ભાવનગરમાં વિકૃતિ હદ વટાવતી અને કંપારી છોડાવી દેતી ઘટના સામે આવી હતી. ગઈકાલે શહેરના મહિલા કોલેજ વિસ્તારમાંથી પરિણીતાને તેના ઘરેથી માતા-પિતાના બહાને બોલાવી ચાર શખ્સો કારમાં અપહરણ કરી એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા. જ્યા પરિણીતાના હાથમાં રહેલા બાળકને છીંનવી તેને રેતીના ઢગલામાં ઘા કરી દઈ પરિણીતા ઉપર છરીની અણીએ પાશવી દુષ્કર્મ ગુજાર્યુ હતું. તેટલેથી ન અટકી પરિણીતાના પ્રાઈવેટ પાર્ટમાં મરચુ નાખી દઈ ક્રુરતાની હદ વટાવી પરિણીતા અને તેના માસુમ બાળકને ઈજાગ્રસ્ત કરી મોડી રાત્રીના બંધનમાંથી મુક્ત કર્યા બાદ પરિણીતાએ પોલીસને આપવીતી કહી ફરીયાદ નોંધાવી હતી.
વકીલ હસ્તક સમજુતી કરી છુટા પડી ગયા હતા
શહેરના મહિલા કોલેજ પાસે કૃષ્ણનગરમાં રહેતી ૨૫ વર્ષિય મહિલાએ ઘોઘારોડ પોલીસ મથકમાં મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પીન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી જણાવ્યુ હતું કે તેઓને અગાઉ દિપક લાઠીયા નામના શખ્સ સાથે પ્રેમ સબંધ હોય અને તે તેમજ દિપકે વકીલ હસ્તક સમજુતી કરી છુટા પડી ગયા હતા.
પુત્રને આંચકી રેતીના ઢગલામાં ઘા કરી ઈજા પહોંચાડી
દરમિયાનમાં તેને તેમજ દિપક વચ્ચે સબંધ હોવાનો ખોટો શક દિપકના સાળા મનસુખ, મુકેશ અને પિન્ટુએ રાખી પોતાનો સામાન્ય ઈરાદો બર લાવવાના હેતુથી ગત રાત્રે તેના ઘરે એક અજાણ્યા માણસને મોકલી તેના મમ્મી પપ્પા તેને મળવા માટે બોલાવે છે. તેમ કહી ખોટા બહાને તેઓને ઘરની બહાર બોલાવી તમામ શખ્સોએ તેઓનું કારમાં અપહરણ કરી એરપોર્ટ રોડ ઉપર અવાવરુ જગ્યામાં આવેલા મકાનમાં લઈ જઈ રૂમમાં તેને પુરી રાખી, ગોંધી રાખી મનસુખ મકવાણા અને મુકેશ મકવાણાએ સાવરણી વડે માર મારી મનસુખે તેની પાસે રહેલા તેના પુત્રને આંચકી રેતીના ઢગલામાં ઘા કરી ઈજા પહોંચાડી હતી.
પુત્રને મારી નાખવાની ધમકી આપી
દરમિયાન મનસુખે તેના ગળાના ભાગે છરી રાખી તેને તેમજ તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતું. તે વેળાએ મુકેશ અને પિન્ટુએ તેણીને પકડી રાખી મદદગારી કરી હતી. જ્યારે મનસુખે તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચું નાંખી દઈ શારિરીક નુકસાન પહોંચાડી મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં તેને મુક્ત કર્યાની ફરિયાદના પગલે ઘોઘારોડ પોલીસે મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખસ સામે બીએનએસ એક્ટ ૬૪(૧), ૬૪(૨), (એલ), ૧૩૭(૨), ૧૨૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી શખ્સોને ઝડપી લેવા ચક્રગતિમાન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિસોર્ટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા બે શખસોને પકડી પાડતી એસએમસી
April 02, 2025 03:13 PMબ્લેક ફિલ્મ લગાવનાર પર તવાઇ: ૧૩૫૪ વાહનચાલકો સામે કાર્યવાહી
April 02, 2025 03:12 PMભારત કેનેડામાં રાજદૂત મોકલી શકે દિનેશ પટનાયકના નામ પર વિચારણા
April 02, 2025 03:11 PMસાન્દીપનિ વિદ્યાસંકુલમાં યોગ અને કરાટેનું થયુ ડેમોસ્ટ્રેશન
April 02, 2025 03:10 PMએપ્રિલના આરંભે એ.ટી.એમ. એટલે ‘એની ટાઇમ મગજમારી’
April 02, 2025 03:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech