શહેરના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલી પેરેમાઉન્ટ સોસાયટીમાં રૂમ ભાડે રાખી રહેતી મૂળ જૂનાગઢના માંગરોળની વતની ૨૪ વર્ષીય યુવતીએ ગઈકાલે સમી સાંજના ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતી આપઘાત કરતા પૂર્વે એક પેજની સ્યુસાઇડ નોટ લખી હોય જેમાં તેણે એવું લખ્યું હતું કે હુ પરિવારને મદદપ થઈ શકતી નથી અને ઓવરથિંકિંગ કરૂ છું.યુવતીએ હતાશામાં આ પગલું ભયુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક નજીક આવેલી પેરેમાઉન્ટ સોસાયટી શેરી નંબર–૪ માં રહેતી જિજ્ઞાસા લમણભાઈ કાથડ(ઉ.વ ૨૪) નામની યુવતીએ ગઈકાલ સમી સાંજના મમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ વાય.ડી.ભગત તથા સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને યુવતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવતી મૂળ જૂનાગઢના માંગરોળની વતની હતી એક ભાઈ એક બહેનના પરિવારમાં નાની હતી તે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં રહી પ્રાઇવેટ જોબ કરતી હતી અહીં પેરેમાઉન્ટ સોસાયટીમાં છેલ્લા અઢી માસથી રહેવા આવી હતી. ગઈકાલે તેની મ પાર્ટનર તેને કોલ કરતી હોય પરંતુ યુવતી ફોન ન ઉઠાવતા તેણીએ યુવતીના મકાન માલિકને આ બાબતે જાણ કરી હતી. જેથી મકાન માલિકે અહીં મમાં જઇ જોતા યુવતી લટકતી હાલતમાં જોવા મળી હતી જેથી તુરતં ૧૦૮ ને જાણ કરી હતી ૧૦૮ ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી. ૨૪ વર્ષીય યુવતી જીજ્ઞાસા કાથડે આપઘાત કરતા પૂર્વે એક પેજની સ્યુસાઇડ નોટ લખી હોય જેમાં તેણે એવો ઉલ્લેખ કર્યેા હતો કે, હુ પરિવારને મદદપ થઈ શકતી નથી હત્પં ઓવર થીંકીંગ કં છું. આ સ્યુસાઇડના આધારે યુવતીએ હતાશામાં આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બનાવ અંગે પોલીસે યુવતીના પરિવારજનોને જાણ કરતા તેઓ અહીં આવ્યા હતા અને આજે સવારે યુવતીના મૃતદેહને અંતિમવિધિ કરવા માટે વતન લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
યુવતી સંસ્કારી અને મળતાવડા સ્વભાવની હતી: પાડોશી
પેરેમાઉન્ટ સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય યુવતી જિજ્ઞાસા કાથડે ગઈ કાલ સમી સાંજના ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આપઘાતના આ બનાવ બાદ મોટી સંખ્યામાં પાડોશીઓ પણ પહોંચી ગયા હતા જેઓએ જણાવ્યું હતું કે યુવતી ખૂબ જ સંસ્કારી અને મળતાવડા સ્વભાવની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech