ગોંડલમાં રહેતા અને રાજકોટની આર.કે.યનિવર્સિટીમાં બીસીએસીના લાસ્ટ યરમાં અભ્યાસ કરનાર કૃણાલ વાઢેર નામના ૧૯ વર્ષીય વિધાર્થીનું કોલેજ પાસેથી જ અલગ–અલગ ત્રણ કારમાં આવેલા શખસોએ અગાઉના ઝઘડાના સામાધાનના બહાને ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કયુ હતું.બાદમાં આ શખસોએ દોઢ લાખની ખંડણી માંગી હોવાની ઘટના અંગે રાજકોટના આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.યુવાને પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યેા છે કે, આરોપી મુશ્તાકે તેને કહ્યું હતું કે, તું કેમ મારા છોકરાઓને બધે આડા પગે આવે છે.આ સાથે આગાઉ આર.કે યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરતા વિધાર્થી સહિતાનાએ યુવાન સાથે મારકૂટ કરી હતી.જેના પરથી જણાઇ રહી રહ્યું છે કે, શિક્ષણધામ પાસે આ પ્રકારના ટપોરી પોતાની ગેંગ ચલાવી રહ્યા છે.જેમાં કોલેજના પૂર્વ વિધાર્થીઓ પણ સામેલ હોઇ શકે.
અપહરણની આ અંગે ફરિયાદ થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે પણ બીજી તો આવી અનેક નાની મોટી ઘટના બનતી હશે જેમાં ફરિયાદ ન થતા પોલીસ સુધી વાત પહોંચી જ ન હોય.
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ– કોલેજો સહિતના શિક્ષણધામ પાસે ગુનાહિત પ્રવૃત્તિઓનો વ્યાપ વધી રહ્યો છે. પોલીસ શહેરમાં માદક પદાર્થેાના હેરફેર અને સેવનને અટકાવવા માટે ખાસ કરીને વિધાર્થીઓ આ ચૂંગાલમાં ન ફસાય તે માટે શૈક્ષણિક કેમ્પસમાં આ વિશે માર્ગદર્શન આપે છે અને વિધાર્થીઓને માદક પદાર્થની આ માયજાળથી દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ વાત માત્ર માદક પદાર્થની માયાજાળ પૂરતી મર્યાદિત નથી. શિક્ષણધામ આસપાસ હવે યારે ગુંડાઓની ટોળકી દ્રારા અપહરણ કરી ખંડણી માંગવા જેવા પણ આ બનાવ સામે આવી રહ્યા છે ત્યારે એવું જ જાણાઇ રહ્યું છે કે સ્કૂલ–કોલેજો પાસે ચોક્કસ પ્રકારની ગેંગો કાર્યરત થઈ છે. જે વિધાર્થીઓને યેનકેન પ્રકારની લાલચો આપી અવડે પાટે ચડાવવા અને તેમને ગુનાખોરીના રસ્તે લઈ જઈ રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં ખાસ કરીને કોલેજોમાં બહારગામથી આવતા વિધાર્થીઓ આવા તત્વોનો શિકાર આસાનીથી બનતા હોય છે. આવા વિધાર્થીઓના માતા–પિતાની નજર સતત તેમના પર ન હોય તે વાત સ્વાભાવિક છે જેથી તેમની પ્રવૃત્તિથી માતા–પિતા અજાણ હોય અને યારે તેમને આ વાતની જાણ થતી હોય છે ત્યારે ઘણાખરા કિસ્સામાં મોડું થઈ ચૂકયું હોવાનું તેઓ અનુભવે છે.
રાજકોટની આત્મીય કોલેજમાં થોડા સમય પૂર્વે કોલેજીયન છાત્ર અહીં રેસિંગ ટ્રેક હોય તે પ્રકારે વાહન ચલાવી અનેક વિધાર્થીઓના જીવ જોખમમાં મૂકયા હતા. આ પ્રકારના કૃત્ય આચરનાર ચોક્કસ શખસોની ટોળકી હોય છે જેથી જો કોઈ વિધાર્થીઓ તેમની સામે અવાજ ઉઠાવે તો આ ટોળકી તેમને પરેશાન કરી મૂકતી હોય જેથી નાહકની મુસીબતમાં કોઈ પડવા ઇચ્છતું ન હોય મોટાભાગે આવી ટોળકીઓ સામે કોઈ પોલીસ ફરિયાદ થતી નથી.
જે વિધાર્થીનો હેતુ માત્ર અભ્યાસનો અને કારર્કિદી ઘડાવનો હોય તેવા વિધાર્થીઓને આવી ટોળકી હેરાન પરેશાન કરતી હોવાના કિસ્સાઓ પણ બનતા હોવાની છાનાખૂણે ચર્ચાઓ થઈ રહી છે. કોલેજ અને હોસ્ટેલોમાં ભૂતપૂર્વ વિધાર્થીઓ ચોક્કસ તત્વો સાથે સાંઠગાંઠ કરી પોતાનું નેટવર્ક ચલાવતા હોય છે અને આ નેટવર્કને વિસ્તારવા માટે તેઓ નવા વિધાર્થીઓની શોધમાં રહે છે તેમને લોભ લાલચ આપી એકવાર ગુનાખોરીના રસ્તે ચડાવી દીધા બાદ વિધાર્થીઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાય જતું હોય છે જે ખૂબ જ ગંભીર બાબત છે. પોલીસ દ્રારા ગુ રાહે તપાસ હાથ ધરી શાળા અને કોલેજો પાસે આ પ્રકારની ગેંગ કાર્યરત હોય તો તેને શોધી કાઢી અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જરી બની ચૂકયું છે. અન્યથા આવી ગેંગ વિધાર્થીઓના ગુનાખોરીના રસ્તે ચડાવી શહેરની શાંતિ અને સલામતી જોખમમાં મૂકશે
કોલેજ અને યુનિવર્સિટી પાસે સમયાંતરે પોલીસ ડ્રાઇવ જરૂરી
કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસ પાસે ગેરકાયદે પ્રવૃત્તિઓ આચારનારા અને વિધાર્થીઓને દુષ્પ્રેરણા આપનારા આવા તત્વોને ઉગતા જ ડામી દેવા માટે પોલીસે સમયાંતરે કોલેજ અને યુનિવર્સિટી આસપાસ ડ્રાઈવ યોજવી જોઈએ. પોલીસની અહીં હાજરીથી આવી ટોળકીઓ શિક્ષણધામ આસપાસ ફરકવાથી ડર અનુભવશે.
કોલેજ– હોસ્ટેલમાં અડિંગો જમાવનાર પૂર્વ વિધાર્થીઓની તપાસ થવી જોઈએ
કોલેજ કેમ્પસ પાસે અને હોસ્ટેલમાં મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે, અભ્યાસ પૂરો થયા બાદ પણ પૂર્વ વિધાર્થીઓ અહીં અડીંગો જમાવી પડાપાથર્યા રહેતા હોય છે તેમનો અહીં રહેવા પાછળનો ચોક્કસપણે કોઈ સારો હેતુ ન હોય તે સમજી શકાય છે. મોટાભાગે આવા પૂર્વ વિધાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય અને તેઓ અન્યને પણ તે માટે પ્રેરણા આપતા હોય છે. તો કોલેજ કેમ્પસ અને હોસ્ટેલમાં પડાપાથર્યા રહેતા પૂર્વ વિધાર્થીઓ અંગે તપાસ થવી જરૂરી છે
શૈક્ષણિક સંસ્થાઓ પણ જાગૃત બને
સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં વિધાર્થીઓને શિક્ષણ આપવા પૂરતી પોતાની કામગીરી સીમિત રાખવાના બદલે શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના કેમ્પસ આસપાસની ગતિવિધિઓ અંગે પણ ચોક્કસપણે ખ્યાલ રાખવો જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ચોક્કસ પ્રકારના તત્વોના આંટાફેરા હોય અને તેઓ અહીં અડીંગો જમાવી બેસી રહેતા હોય તો તે બાબતે પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. જો કોઈ વિધાર્થી આવી બાબતોને લઈ કોઈ ફરિયાદ કરે તો તે બાબતે તાકીદે પગલાં લેવા જોઈએ. પરંતુ ઘણાખરા કિસ્સામાં પોતાની સંસ્થાની પ્રતિા ખરડાશે તેવા ડરથી શૈક્ષણિક સંસ્થાઓ પણ આ બાબતે કોઈ રસ દાખવતી નથી. પરિણામસ્વપ આવી તત્વોની હિંમતમાં વધારો થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech