અમરેલી જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલી એન્જલ લોર્ડસ હોટલમાં ચાલતા જુગારધામ ઉપર લસીબીની ટીમે દરોડો પાડી જુગાર સંચાલક સહીત 11 શખ્સોને ઝડપી પાડ્યા હતા અને રોકડ, બાઈક, મોબાઈલ સહીત રૂા.4,63,200નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જુના માર્કેટિંગ યાર્ડમાં એન્જલ લોર્ડસ હોટલમાં બીજા માળે આવેલ રૂમ નં.110માં બહારથી માણસો બોલાવી મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે અમરેલી એલસીબીની ટીમે હોટેલમાં રેઇડ કરતા રૂમમાં જુગાર રમતા ફેજલ ફારૂકભાઇ કુંડલીયા, સાકીર ઓસમાણભાઇ નાગાણી, સીરાજ મહમદભાઇ બીલખીયા, ઇમ્તીયાઝ વલીભાઇ ડાયાતર (ચારેય રહે.અમરેલી), રહીશ રહીમભાઇ માલવીયા (રહે.જુનાગઢ, કુંભારવાડા), રહીશ સીદીકભાઇ કુરેશી, અમીન જીકરભાઇ શેખાણી, આરીફ મહમદભાઇ જીરૂકા, સીકંદર સીદીકભાઇ નગરીયા, આરીફ સતારભાઇ જેઠવા, શકીલ અહેમદ રફીક રહેમાન સૈયદ (રહે.તમામ અમરેલી)ને ઝડપી પાડી તમામ પાસેની અને પટમાં રહેલી રોકડ, 10 મોબાઈલ, પાંચ મોટરસાઇકલ મળી કુલ રૂ.4,63,200નો મુદામાલ કબ્જે કરી અમરેલી સીટી પોલીસમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી કરી છે.
પોલીસની તપાસમાં કસ્બાવાડમાં રહેતો ફેજલ ફારૂકભાઇ કુંડલીયા હોટેલમા રૂમ બુક કરાવી બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech