નૂતન વર્ષના પ્રારંભે સ્વાદ શોખીનોના શહેર રાજકોટ માટે સારા સમાચાર છે કે શહેરમાં ખાણીપીણીના પદાર્થેામાં ભેળસેળ કરતા ભેળસેળીયા ધંધાર્થીઓનું હવે આવી બનશે. જન આરોગ્ય વધુ સુદ્રઢ બનાવવા માટે રાજકોટ શહેરમાં મહાપાલિકા દ્રારા વોર્ડ વાઇઝ ફડ સેફટી ઓફિસરની નિમણુકં કરવા માટે મોટાપાયે ભરતી પ્રક્રિયા શ કરવામાં આવી છે તેમજ રાજકોટમાં ફડ સેમ્પલના પરીક્ષણ માટે મહાપાલિકા દ્રારા લેબોરેટરીનું નિર્માણ કરવા માટે ટીપી બ્રાન્ચને સાથે રાખી જમીનની પસંદગી માટેનો સર્વે શ કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડમાં ૪૦૦થી વધુ જગ્યાઓ ઉપર ભરતી બાદ હવે ફડ બ્રાન્ચમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા શ કરાતા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇનો કાર્યકાળ રાજકોટ માટે ભરતીકાળ તરીકે યાદગાર બની રહેશે. રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ અને ડેપ્યુટી કમિશનર સ્વપનીલ ખરેના માર્ગદર્શન હેઠળ હાલ ફડ ઓફિસરની સાત જગ્યામાંથી ખાલી પડેલી ચાર જગ્યા માટે ભરતી પ્રક્રિયા શ કરાઇ છે. આ ચાર જગ્યામાં (૧) બિન અનામત માટે એક જગ્યા (૨) સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એક જગ્યા (૩) અનુસૂચિત જન જાતિ માટે એક જગ્યા તથા (૪) દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટેની એક જગ્યા છે. આ ચાર જગ્યા માટેની ભરતી પ્રક્રિયા શ કરાઇ છે અને આ માટે તા.૧૬–૧૧–૨૦૨૪ સુધીમાં રાજકોટ મહાપાલિકાની વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજીઓ મંગાવાઇ છે. ફડ સેફટી ઓફિસર માટેની કેડરની લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા તેમજ અન્ય સંલ તમામ માહિતી રાજકોટ મહાપાલિકાની વેબસાઇટ ઉપર મુકવામાં આવી છે.
વિશેષમાં તેમણે ઉમેયુ હતું કે ઉપરોકત મુજબ ફડ સેફટી ઓફિસરની ચાર ખાલી જગ્યાઓ ભરાયા બાદ વોર્ડ વાઇઝ એક–એક ફડ ઓફિસરની નિમણુકં કરવાનું આયોજન છે. રાજકોટ મહાપાલિકાના કુલ ૧૮ વોર્ડમાં ૧૮ ફડ ઓફિસરની નિમણુકં માટે વધુ ૧૧ ફડ ઓફિસરની ભરતી કરવાનું આયોજન છે. ભરતી જાહેર કરાય તે સમયે જેટલા વોર્ડ અસ્તિત્વમાં હોય તેટલી જગ્યાઓની ભરતી થશે, હાલની સ્થિતિએ ૧૮ વોર્ડ છે તેથી ૧૮ જગ્યાની ભરતીનું આયોજન છે પરંતુ ભવિષ્યમાં મતલબ કે આગામી એક વર્ષમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ ત્યારે જેટલા વોર્ડની સંખ્યા વધે કે ઘટે તો તે મુજબની ભરતી થશે. રાજકોટ શહેરની વસ્તી, વિસ્તાર અને ફડ બિઝનેસ ઓપરેટરની સંખ્યા સતત વધી રહી હોય મહાપાલિકા દ્રારા રાય સરકાર પાસે વોર્ડવાઇઝ બે ફડ ઓફિસરનું સ્ટાફ સેટ અપ મંજુર કરવા માંગણી દરખાસ્ત કરાઇ હતી જેની સામે સરકાર દ્રારા વોર્ડ વાઇઝ એક ફડ ઓફિસરની જગ્યાનું સેટ અપ મંજુર કરાયું હતું. ખાધપદાર્થેામાં થતી ભેળસેળ પકડવા અને કાયમી ધોરણે બધં કરાવવા માટે આગામી દિવસોમાં ફડ બ્રાન્ચમાં મોટા પાયે ભરતી કરવામાં આવનાર છે. આગામી એક વર્ષમાં વોર્ડવાઇઝ ફડ ઓફિસરની નિમણુકં કરી ફડ બ્રાન્ચની કાયાપલટ કરવાનું આયોજન છે. સ્ટાફની સ્ટ્રેન્થ વધવાથી ચેકિંગ, સેમ્પલ અને લાયસન્સ ડ્રાઇવ વધુ સઘન બનશે.
રાજકોટ સહિત રાયભરમાંથી લેવાતા ફડ સેમ્પલ હાલ વડોદરા ફડ લેબોરેટરીમાં એકત્રિત થતા હોય અનેક વખત એવું બને છે કે સેમ્પલ લીધા બાદ તેનો પરીક્ષણ રિપોર્ટ આવવામાં મહિનાઓ વીતી જાય છે પરંતુ હવે આવું ન બને તે માટે રાજકોટમાં ફડ લેબોરેટરી બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech