શહેરના મોરબી રોડ પર જુના જકાતના પાસે રામાણી પાર્ક મેઇન રોડ નજીક લાકડાના ડેલામાં મોડી રાત્રીના આગ લાગી હતી. બાદમાં બાજુમાં રહેલા મોટર ગેરેજમાં પણ આ આ પ્રસરી હતી. આગની આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડના સ્ટાફે અહીં પહોંચી સાડા ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં લાકડાના ડેલામાં મોટાભાગનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો તેમજ બાજુમાં આવેલા ગેરેજમાં બે કાર અને એકટીવા પણ સળગી ગયા હતા. આગની આ ઘટનામાં અંદાજિત દસ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું માલુમ પડું છે. જોકે સદભાગ્ય કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાત્રિના એક દસ વાગ્યા આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, મોરબી રોડ પર જકાતનાકા સામે રામાણી પાર્ક મેઇન રોડ જલારામ સોસાયટી શેરી નંબર ૩ માં આવેલા અનંતરાય બેન્સો નામના લાકડાના ડેલામાં આગ લાગી છે.જેથી બે ફાયર ફાઈટર દ્રારા અહીં ચાર ફેરા કરી સાડા ત્રણ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની આ ઘટનામાં રાજભાઈ ચમનભાઈ પટોડીયાના લાકડાના ડેલામાં મોટાભાગનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો અને તેમાં અંદાજિત .૮ લાખનું નુકસાન થયું હોવાનું માલુમ પડું છે. યારે અહીં લાકડાની ડેલાની બાજુમાં જ આવેલા માતૃ કૃપા મોટર્સ કે જેના માલિક કરણભાઈ ગોંડલીયા હોય તેમના મોટર ગેરેજમાં પણ આગ પ્રસરતા બેકાર અને એકિટવા સળગી ગયા હતા અને તેઓને અંદાજિત પિયા બેથી અઢી લાખનું નુકસાન થયું હોવાનું માલુમ પડું હતું. જોકે આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, પૂર્વ તૈયારીઓ શરૂ
April 05, 2025 12:12 PMજામનગરમાં પટેલ પાર્ક ચોકડી નજીક બેકાબુ બનેલી કાર ડિવાઈડર પર ચડી જતાં અફડાતફડી
April 05, 2025 12:09 PMહાલારમાં રામનવમીની ભકિતભાવપુર્ણ ઉજવણી: તડામાર તૈયારી
April 05, 2025 12:02 PMદ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ
April 05, 2025 11:54 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech