જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના મારવાહ વર્દવાન ગામમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ સૌથી પહેલા એક ઘરમાં શરૂ થઈ અને ઝડપથી ફેલાઈ જેના કારણે લગભગ 65 ઘર આ આગની લપેટમાં આવી ગયા અને બળીને રાખ થઈ ગયા હતા.
ગામમાં આગ લાગવાની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે પ્રશાસન અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર અને ઈમરજન્સી સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો પર નજર રાખવા અને અગ્નિશામકોને મદદ કરવા માટે ડઝનથી વધુ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. કિશ્તવાડના એક ઉચ્ચ જિલ્લા અધિકારીએ જણાવ્યું કે આગના કારણે ઘણા પરિવારો બેઘર થઈ ગયા છે, અને અસરગ્રસ્ત લોકો માટે મદદ શરૂ કરવામાં આવી રહી છે.
જોકે રાહતની વાત એ છે કે આ આગની અસર માત્ર ઘરને જ થઈ છે. કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ જાનમાલને નુકસાન થયું હોવાની માહિતી ચોક્કસપણે સામે આવી છે. આ ઘટના પર પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેમણે સરકારને પીડિત પરિવારોને મદદ કરવા અપીલ કરી હતી.
પીડિત પરિવારને અપીલ
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, કિશ્તવાડના મારવાહ વર્ડવાન ગામમાં લાગેલી આગમાં 70 રહેણાંક મકાનો બળીને રાખ થઈ ગયા. હું આશા રાખું છું કે સરકાર આ પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના દરીયા કિનારાના 100 ગામમાં લગાશે સાયરન.
May 20, 2025 10:52 AMજિલ્લા સંકલન-ફરિયાદ સમિતીની બેઠકમાં નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરતાં હેમંત ખવા
May 20, 2025 10:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech