જામનગરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો.

  • April 30, 2025 10:16 AM 

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા તારીખ ૧-૪-૨૦૦૫ પહેલા નિમણૂક થયેલ શિક્ષકો ને જુની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવતા  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું સન્માન અને આ તમામ શિક્ષકોને વહીવટી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી એક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘન પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જામનગર જિલ્લા ભાજપ  પ્રમુખ વિનુભાઈ ભંડેરી , તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જૈમીનભાઈ પટેલ, સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, સુકલભા સુમનિયા રાજભા જાડેજા , મહામંત્રી અને સમગ્ર જિલ્લા માંથી બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી સંગઠનની એકતાન દર્શન કરાવ્યા હતા.


આ કાર્યક્રમમાં લાભાર્થી શિક્ષકો દ્વારા સંગઠનને ૮,૫૧,૦૦૦ આઠ  લાખ એકાવન હજાર  રૂપિયા નું અનુદાન સંગઠન ને આપવામાં આવ્યું હતું..હજુ અનુદાન ચાલુ જ છે.


​​​​​​​ આ કાર્યક્રમ માં ખુબજ સરળ રીતે તજગ્નો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ખુબજ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પધારેલ તમામ મહેમાનોનું મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News