શાપર વેરાવળમાં રહેતી મનોદિવ્યાંગ યુવતી પર હાલ શાપરમાં ભકિતધામ સોસાયટી પાસે રહેતા મૂળ એમ.પી ના જાંબવા ગામના શખસે દુષ્કર્મ આચયુ હતું.આ અંગે યુવતીની બહેનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરી નાસી ગયેલા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.દરમિયાન આરોપી ઘર પાસે જ આવતા વોચમાં રહેલી પોલીસે તેને દબોચી લીધો હતો.
શાપરમાં રહેતી મૂળ એમ.પીની વતની ૩૫ વર્ષીય આદીવાસી મહિલાએ શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપર વેરાવળમાં ભકિતધામ સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબવાના વતની રાજુ શંકર વાસુનીયાનું નામ આપ્યું હતું.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેનાથી નાની બહેન જે ૩૦ વર્ષની અને મનોદિવ્યાંગ છે.ગત તા.૧૮૧ ના રોજ બપોરના સમયે ફરિયાદી અને તેના પરિવારના સભ્યો કામ પર ગયા હતાં.ત્યારે ઘરે તેમની ૩૦ વર્ષીય બહેન એકલી હતી.દરમીયાન આ જ વિસ્તારમાં રહેતો આરોપી બપોરના સમયે અહીં ઘરે આવ્યો હતો અને તેને મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચયુ હતું.આ બાબતે પરિવાર સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદ કરવાનું નક્કી કયુ હતું અને આ અંગે શાપર વેરાવળ પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી.જેથી યુવતીની બેહનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ બનાવને લઇ શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ આર.કે.ગોહિલ તથા ટીમ આરોપીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી.આરોપીના ઘર પાસે પણ વોચ ગોઠવી હતી.દરમિયાન આરોપી તેના ઘર પાસે આવતા પોલીસે આરોપી રાજેશ ઉર્ફે રાજુ શંકરભાઇ વસુનીયા(ઉ.વ ૩૦ રહે.હાલ શાપર ભકિતધામ સોસાયટી મૂળ છોટા માતાસુલા જી. જાંબુઆ એમ.પી) ને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે,કુકર્મ આચર્યા બાદ આરોપી શાપરથી દૂર નાસી ગયો હતો.દરમિયાન તે ઘર પાસે આવતો હોવાની બાતમી મળતા તેને ઝડપી લીધો હતો.આરોપી બે સંતાનનો પિતા હોવાનું માલુમ પડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિટી બસકાંડના હતભાગીઓની સહાયની રકમ કોન્ટ્રાક્ટર બસ કંપની પાસેથી વસૂલવા મનપાને નોટિસ
April 17, 2025 03:10 PMબરડા ડુંગરમાં ધમધમતી દાની વધુ બે ભઠ્ઠીનો પોલીસે કર્યો નાશ
April 17, 2025 03:02 PMએમ.જી.રોડની ફુટપાથ ઉપર થયેલા દબાણને લીધે ટ્રાફિકની સમસ્યા વકરી
April 17, 2025 03:00 PMજીવનભર વિદ્યાર્થી બની રહેવુ એ જ કારકિર્દીની સફળતાનો પાયો
April 17, 2025 02:59 PMતથાગત બુધ્ધની ભૂમિ ગયા ખાતે ઇત્તર પ્રવૃત્તિઓ ઉપર લગાવો રોક
April 17, 2025 02:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech