ઠંડીનો ચમકારો: ગાંધીનગરમાં ૧૪.૮ ડિગ્રી: એક ધડાકે ચાર ડિગ્રીનો ઘટાડો

  • November 16, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં ઘટાડાની પ્રક્રિયા આજે પણ સૌરાષ્ટ્ર કચ્છ અને રાયના અનેક વિસ્તારોમાં ચાલુ રહી છે. રાજસ્થાનની સિસ્ટમની અસરના ભાગપે ગાંધીનગરમાં લઘુતમ તાપમાનનો પારો એકાએક ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરી ગયો છે અને સમગ્ર રાયમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં ૧૪.૮ ડિગ્રી રહેવા પામ્યું છે. ગઈકાલે ગાંધીનગરમાં લઘુતમ તાપમાન ૧૯.૨ ડિગ્રી હતું. ગાંધીનગરમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ એકાએક વધીને ૮૫% સુધી પહોંચી જતા લોકોએ ઠંડીની સાથો સાથ આહલાદક વાતાવરણનો પણ અનુભવ કર્યેા હતો.
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૯.૪ ડિગ્રી હતું તે આજે ઘટીને ૧૮.૬ ડિગ્રી થયું છે લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થયો છે. પરંતુ મહત્તમ તાપમાન શુક્રવારે રાજકોટમાં ૩૬.૪ ડિગ્રી હતું જે સમગ્ર દેશમાં સૌથી ઐંચું રહ્યું છે.
ઓખામાં ગઈકાલે ૨૫.૬ અને આજે ૨૩.૨ પોરબંદરમાં ગઈકાલે ૧૯ અને આજે ૧૬.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. ભાવનગરમાં ગઈકાલે અને આજે એક સરખું ૧૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે અમરેલીમાં અડધો ડિગ્રી જેટલા ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૬.૪ ડીગ્રી નોંધાયું છે. નલીયાના લઘુત્તમ તાપમાનમાં પણ ખાસ ફેરફાર નોંધાયો નથી. નલિયામાં ગઈકાલે ૧૭.૫ અને આજે ૧૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં એકાદ ડિગ્રી જેટલો વધારો લઘુતમ તાપમાનમાં નોંધાયો છે. ભુજમાં ગઈકાલે ૧૯.૯ અને આજે ૨૦.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
આજે અમદાવાદમાં ૧૯.૫ અને વડોદરામાં ૧૭.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
કાશ્મીરમાં અત્યારે હિમવર્ષા અને વરસાદ ચાલુ છે. આવતીકાલથી તેનું જોર ઘટશે પરંતુ તારીખ ૨૦ થી હિમવર્ષાનો બીજો રાઉન્ડ આવી રહ્યું હોવાનું હવામાન ખાતાના જાણકારો કરે છે. જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ વરસાદની શકયતા ઊભી થઈ છે. દક્ષિણના રાયોમાં તો વરસાદ સતત ચાલુ છે અને તે અટકવાનું નામ લેતો નથી. પંજાબ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ સિક્કિમમાં ધુમ્મસનું સામ્રાય યથાવત રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application