કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે નેપ્ચ્યુન ટાવરમાં ભગવાનના ફોટાવાળી લગાડવામાં આવેલી ત્રણ જેટલી લાદી તોડી નાખવામાં આવી હતી. જે અંગે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવામાં અંગે અહીં દુકાન ધરાવનાર દુકાનદારે બે શખસો વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન લાદી તોડનાર આરોપીની પત્નીએ પણ આ દુકાનદાર વિદ્ધ તેને ધમકી આપી હોવાની દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, પુષ્કરધામ મંદિરની સામે શ્યામ પાર્ક શેરી નંબર–૩ માં રહેતા અને આહિર સેના રાજકોટ જિલ્લાના મહામંત્રી તરીકે સેવા આપનાર વણ સુખદેવભાઈ ડાંગર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કમલેશ અને વિડિયો ઉતરનાર શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે,નેપ્ચ્યુન ટાવરમાં તેમની ત્રણ દુકાન આવેલી છે જે ભાડે આપી છે. તા. ૧૬૧ ના સાંજે તેમને અન્ય દુકાનદાર મારફત જાણ થઈ હતી કે, બિલ્ડીંગમાં પગથીયા પાસે દિવાલ પર ભગવાનના ફોટા વાળી લાદી લગાડી હોય જે કોઈએ તોડી નાખી છે. સીસીટીવી ફટેજ ચેક કર્યા બાદ કમલેશે લાદી તોડી હોવાનું માલુમ પડતા કમલેશને ફોન કરી લાદી તોડવા બાબતે પૂછતા તેણે હા મેં જ ભગવાનની ચિત્રવાળી લાદી તોડી નાખી છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. અને બીજા દિવસે લાદી તોડતા હોવાનો વિડીયો પણ ઇન્સ્ટાગ્રામમાં મૂકયો હતો જેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ વર્ષાબેન કમલેશભાઈ રાણપરીયા (ઉ.વ ૩૫ રહે. રામનગર સોસાયટી શેરી નંબર એક કોઠારીયા મેઇન રોડ) દ્રારા વણ સુખદેવભાઈ ડાંગર વિદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી રાત્રીના બે વાગ્યા આસપાસ ઘરે આવ્યો હતો.અને બેલ મારી હતી.જેથી પરિણીતાએ પુછતા આરોપીએ કમલેશ કયાં છે? તેમ પુછી વણ તથા તેની સાથે આવેલો અજાણ્યો શખસ કહેવા લાગ્યા હતા કે, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે કમલેશને સવારના ૧૦:૦૦ વાગ્યે હાજર કરી દેજો નહીં તો તમારી ખેર નહીં તેમ કહી ધમકી આપી હતી. જેથી આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, નેપ્ચ્યુન કોમ્પ્લેકસમાં સીડીઓમાં ભગવાનની લાદીઓ લગાવેલ હોય જેમાં ભગવાનનું અપમાન થતું હોવાથી તેના પતિ આ લાદી તોડી હતી જેનો ખાર રાખી આ ધમકી આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅખંડ ભારતના વીર સપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિંદુ સેનાએ લીધા સંકલ્પ
May 20, 2025 11:29 AMઆગામી તા. ૨૭ ના રોજ જામનગરના રૂા. ૯૪૮૦ લાખના બે કામનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 20, 2025 11:22 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech