સગીર વયના બાળક પાસે કામ કરાવનાર હોટલના સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરાઈ
જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમાં આવેલી એક ચા ની હોટલમાં સગીરવયનો બાળક કામ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને બાળમજૂરી કરી રહેલા એક બાળકને મુક્ત કરાવ્યો છે, અને તેના વાલીને સોંપી દીધો છે. જ્યારે હોટલ સંચાલકની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગરના પોલીસ ના એ.એચ.ટી.યુ. વિભાગના પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી અને તેમના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગરમાં બેડી ગેઇટ પાસે આવેલી હોટલ મનસુખ ભારથી નામની ચા ની હોટલમાં નાના બાળકને કામે રાખીને બાળમજૂરી કરાવી બાળકનું શારીરિક તેમજ આર્થિક શોષણ કરવામાં આવે છે.
જે માહિતીના આધારે એ. એચ. ટી.યુ. ની પોલીસ ટીમે મોડી સાંજે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ૧૬ વર્ષથી નાની વયનો સગીર બાળક કામ કરી રહેલો મળી આવ્યો હતો. જેથી પોલીસ ટીમે બાળકના વાલીને સ્થળ પર બોલાવી લીધા હતા, અને તેનો કબજો વાલીને સોંપી દઇ ફરીથી બાળકને કામે નહીં મોકલવા સૂચન કર્યું હતું.
ઉપરાંત હોટલના સંચાલક ગોગન ઉકાભાઈ બોસરિયા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૯ મુજબ કાર્યવાહી કરી તેની અટકાયત કરી લેવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી તેમજ સ્ટાફના એએસઆઈ રણમલભાઈ ગઢવી, રાજદિપસિંહ ઝાલા, કિરણબેન મેરાણી, અને ભાવનાબેન સાબડીયા વગેરે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech