રાજકોટ લોધીકા તાલુકાના મોટાવડા હાઇ સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવિલ વરૂ (ઉ.વ 16) એ શનિવારે ગળાફાંસો ખાય આપઘાત કર્યો હતો. જેમાં મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. એટલું જ નહીં તેણે એક વિડીયો પણ બનાવ્યો હોય તેમાં શિક્ષકોએ પરીક્ષા ચોરીનું આળ મુકતા આ પગલું ભયર્નિું જણાવ્યું હતું. આ મામલે મેટોડા પોલીસે શાળાના આચાર્ય અને બે શિક્ષકા સામે વિદ્યાર્થીને મરવા મજબૂર કયર્િ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, લોધીકા તાલુકાના છાપરા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરનાર ભરત ડુંગરભાઇ વરૂ(ઉ.વ 35) દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધીકા તાલુકાના મોટા વડા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય સચિન વ્યાસ, તથા શિક્ષિકા મોસમીબેન શાહ અને વિભૂતિબેન જોશીના નામ આપ્યા છે. ફરિયાદમાં ભરતભાઈએ જણાવ્યું હતું કે, તેમને પરિવારમાં પત્ની જયાબેન તથા સંતાનમાં પુત્ર ધ્રુવિલ(ઉ.વ 16), પુત્રી શ્રુતિ (ઉ.વ 13) છે જે છાપરા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. નાનો દીકરો સોહમ (ઉ.વ 9) ને મોટાભાઈએ દત્તક લીધો છે. ધૃવિલ મોટાવડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 11 માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો ગત તારીખ 19 ના છ માસિક પરીક્ષાનું પેપર હોવાથી ધ્રુવિલ સવારે સ્કૂલે જવા નીકળી ગયો હતો. ત્યારબાદ મને ફોન આવતા હું ઘરે પહોંચ્યો હતો ત્યારે પુત્રએ ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ તેનો મોબાઈલ ચેક કરતા તેમાં વિડીયો જોવા મળ્યો હતો જેમાં એક વીડિયોમાં તે રડતા રડતા બોલતો હતો અને તેના હાથમાં એક ચિઠ્ઠી હતી. આ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે બધા પત્ર વાંચી લેજો મમ્મી મને માફ કરી દેજો, આજે મેં આ પગલું ભર્યું ન હોત તો પોલીસ મને લઈ જાત. ધ્રુવિલના પેન્ટના ખિસ્સામાં જે ચિઠ્ઠી મળી આવી હતી તેમાં તેણે મારો કોઈ વાંક ન હતો પેપર મેં ઘરેથી લખ્યું નથી. છતાં પણ મને પોલીસની ધમકી આપી પેપરમાં ચોકડા માર્યા આવું પહેલીવાર નથી બન્યું તેની વિગતો સાથે મોસમી મેડમ, સચિન સર અને વિભૂતિ મેડમે આવું કર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. જેથી આ ચિઠ્ઠી ના આધારે મૃતકના પિતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શાળાના આચાર્ય સચિન વ્યાસ, શિક્ષિકા મોસમીબેન શાહ અને વિભૂતીબેન જોષી સામે વિદ્યાર્થીને મરવા મજબૂર કયર્િ અંગે તથા એકબીજાની મદદગારી કયર્નિો ગુનો નોંધ્યો હતો.આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ સંજય શમર્નિી રાહબરીમાં રાઇટર મયુરસિંહ ઝાલા અને સુભાષભાઇ લાવડીયા તપાસ ચલાવી રહ્યા છે.
વિદ્યાર્થી-વાલી અને ગામના આગેવાનના નિવેદન લેવાયા
ધો.11 વિદ્યાર્થીના આપઘાતના બનાવને લઇ પોલીસે વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓના નિવેદન લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પોલીસ દ્વારા આ ઘટનાને લઇ શાળાના આચાર્ય અને બંને શિક્ષિકાના વર્તણૂકને લઇ મોટાવડા ગામના આગેવાનોના પણ નિવેદન લેવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech