ફાયર સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવાયો: ભારે દોડધામ
ખંભાળિયા શહેરમાં પોરબંદર રોડ ઉપર ગઈકાલે રાત્રે એક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરીને રાખવામાં આવેલી એક ડોક્ટરને કાર તેમજ બે મોટરસાયકલમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી.
ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉનહોલ નજીક આવેલા એક પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે આશરે નવેક વાગ્યાના સમયે કોઈ કારણોસર મોટરસાયકલ સળગી ઊઠતા આ આગ નજીકમાં રહેલી એક મોટરકારમાં લાગી હતી. સળગી ઊઠેલી જી.જે 10 ડી.એ. 6059 નંબરની મોટરકાર અહીંના ચાર રસ્તા વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટર પ્રકાશભાઈ ધારવીયાની હતી અને આ મોટરકારને આગમાં વ્યાપક નુકસાન થવા પામી હતી. આ ઉપરાંત એક મોટરસાયકલ ચંદ્રેશભાઈ નંદાણીયાનું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પેટ્રોલ પંપ નજીક લાગેલી આ આગના કારણે થોડો સમય ભય સાથે દોડધામની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ આગ લાગતા પીજીવીસીએલ દ્વારા થોડો સમય પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
આગના ઉપરોક્ત બનાવવા અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જીતેન્દ્રસિંહ વાઢેર બ્રિજરાજસિંહ, ઈર્શાદભાઈ, મનસુખભાઈ મારુ સહિતનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાંબો સમય પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આગમાં વાહનોમાં વ્યાપક નુકસાની થવા પામી હતી. જો કે કોઈ મોટી જાનહાની ન થતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech