અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થતા પાર્સલ ખોલનાર વ્યકિત સહિત બેને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.
સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યકિતના ઘર પર આજે સવારના સમયે પાર્સલ આવ્યું હતું. જે ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો. પાર્સલની અંદર જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઇજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો. પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાર્સલ ખોલતી વખતે અચાનક ધડાકાભેર ફાટતાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. બેટરી બ્લાસ્ટના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. તપાસ આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો. આ બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો છે. આ કોઇ અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે કે પછી અકસ્માતે બ્લાસ્ટ થયો છે.
છૂટાછેડાનો બદલો લેવા યુવકે બ્લાસ્ટ કરાવ્યો
રૂપેણ બારોટ નામના યુવકે પોતાની પત્ની સાથે થયેલા છુટાછેડાનો બદલો લેવા માટે આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. બે યુવકોની મદદ લઈ આ પાર્સલ બ્લાસ્ટ કરાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
પાર્સલમાં બ્લાસ્ટની તપાસ દરમિયાન પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પારિવારિક અંગત કારણે પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યા હતો. આ પાર્સલ રૂપેણ બારોટ નામના યુવકે મોકલાવ્યું હોવાની હકીકત સામે આવી છે. રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. આ છુટાછેડા પત્નીના માનેલા ભાઈ બળદેવભાઈના કારણે થયા હોવાનું રૂપેણ બારોટ માનતો હતો. જેથી રૂપેણે બારોટે બદલો લેવા માટે ગૌરવ અને અન્ય એક વ્યકિતને પાર્સલ સાથે બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા. ભૂતકાળમાં પણ બળદેવભાઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
પાર્સલ આપનાર વ્યકિતને પોલીસે ઝડપી પાડ્યો
જે પાર્સલમાં બ્લાસ્ટ થયો છે તે આપનાર વ્યકિતનું નામ ગૌરવ ગઢવી હોવાનું સામે આવ્યું છે. જેને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ FSL અને પોલીસની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech