જુનાગઢ તાલુકામાં પાદરીયા ગામ પાસે કાર સાથે બાઈક અથડાયા બાદ રસ્તા પર પડી ગયેલ યુવક પર ટ્રક ફરી વળતા ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત થયાનું બનાવ નોંધાયો છે.
આ અંગે તાલુકા પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં ખડિયા ગામે રહેતા નરેન્દ્રભાઈ મનસુખભાઈ ચુડાસમા અને ભાવેશભાઈ ચુડાસમા મોટરસાયકલ નંબર જી જે૧૧ એન એન ૯૭૩૧ લઈ ખડીયા ગામ તરફ જતા હતા તે દરમિયાન પાદરીયા ગામ પહેલા વડવાળા હોટલ પાસે રસ્તા પર પહોંચતા આગળ જતી મોટરકાર એ બ્રેક મારતા ભાવેશભાઈ એ પણ પોતાની બાઈકને બ્રેક મારતા કાર સાથે મોટરસાયકલ અથડાઈ હતી. બાઈક કાર સાથે ભટકાવવાના બનાવમાં બાઈક ની પાછળ બેસેલ નરેન્દ્ર ભાઈ રસ્તાની ડાબી બાજુ પડી ગયેલ અને ચાલક ભાવેશભાઈ રસ્તા પર જમણી તરફ પડી જતા પાદરીયા તરફથી આવતા ટ્રક નંબર જી જે૨૩ ડબલ્યુ ૫૬૪૯ ભાવેશભાઈ ઉપર ફરી વળતા ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન મોત થયા નો બનાવ નોંધાયો છે. આ અંગે નરેન્દ્ર ભાઈ ચુડાસમાએ નાસી ગયેલ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech