જામનગર શહેર અને જિલ્લામાં યુવાવયે હાર્ટ એટેકના બનાવવામાં દિન પ્રતિ દિન વધારો થતો જાય છે, અને ગઈકાલે લાલપુર નજીક મેઘપરમાં રહેતા ૩૪ વર્ષીય પંજાબી યુવાનને પોતાના ઘેર હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ પંચાબ રાજ્યના અમૃતસર જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ભાડાના મકાનમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતા જગદીશસિંઘ નિર્મલસિંઘ નામના ૩૪ વર્ષના શીખ યુવાનને ગઈકાલે રાત્રે ઉઠાડવા જતાં તેઓ નિદ્રાધીન અવસ્થામાં બેબાન બન્યા હતા, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, તેઓને સારવાર અપાય તે પહેલાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ મનદીપસીંઘ નિર્મલસિંઘ પંજાબી એ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી આવી મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદ્યુમનનગર પોલીસ ઉપર હુમલા અંગે પકડાયેલા માજીદ ભાણુના જામીન મંજુર
April 05, 2025 03:09 PMકાર્યકરની બેવડી દાવેદારી પછી ડખ્ખે ચડેલું રાજકોટ તાલુકા ભાજપ માળખું જાહેર ન થયું
April 05, 2025 02:56 PMકર્ણાટકના કલબુર્ગીમાં ટ્રક અને વાન વચ્ચે અકસ્માત: પાંચના મોત
April 05, 2025 02:53 PMજિલ્લા કલેકટર, લોધીકા મામલતદારને વડી અને સર્વોચ્ચ અદાલતના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ
April 05, 2025 02:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech