૨૦૦ કિલોગ્રામના ઉપગ્રહને નષ્ટ કરવા માટે જ અવકાશમાં મોકલાશે

  • September 30, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ) તેને નષ્ટ્ કરવા માટે જ ઉપગ્રહને અવકાશમાં લોન્ચ કરશે. ઉપગ્રહ ઉપડશે, તેના નિર્ધારિત સ્થાને પહોંચશે અને પરત ફરતા સમા થઇ જશે. ઇએસએના આ પ્રયોગનો ઉદ્દેશ્ય એ જોવાનો છે કે પૃથ્વી પર પુન:પ્રવેશ દરમિયાન ઉપગ્રહ કેવી રીતે તૂટી જાય છે. આ માટે યુરોપની એક કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે. આ મિશન ૨૦૨૭માં શ કરવાની યોજના છે. ઇએસએના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઉપગ્રહ કેવી રીતે તૂટે છે તે જાણીને ભવિષ્યના ઉપગ્રહોને એવી રીતે ડિઝાઇન કરી શકાય છે કે જો તેઓ પૃથ્વી પર ખોટી રીતે દાખલ થઈ જાય તો પણ તે તૂટે નહીં. અવકાશ મિશન પૂર્ણ થયા પછી, ઉપગ્રહો પૃથ્વીની આસપાસ અવકાશમાં ભટકતા રહે છે. ઘણી વખત તેઓ પૃથ્વી પર ફરી પ્રવેશ કરે છે.
વોશિંગ મશીન જેટલો આ સેટેલાઇટ લગભગ ૨૦૦ કિલો વજનનો હશે. તેને તુટવા માટે ડિઝાઇન કરવામાં આવશે. તેમાં ૪૦ સેમીની કેપ્સ્યુલ લગાવવામાં આવશે, જે તમામ ડેટા રેકોર્ડ કરશે અને સુરક્ષિત રહેશે. સેટેલાઇટ તૂટા બાદ પેરાશૂટ દ્રારા કેપ્સ્યુલને નીચે લાવવામાં આવશે. સેટેલાઇટ પરના ચાર કેમેરા તે કેવી રીતે તૂટે છે તે રેકોર્ડ કરશે.
આ મિશન એ પણ જણાવશે કે પૃથ્વી પર અવકાશયાનના પુન: પ્રવેશથી પર્યાવરણને કેટલી અસર થાય છે. અવકાશયાન અને તેના ભાગો આપણા વાતાવરણ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે. તેમના કારણે કોઈ આડપેદાશ રચાય છે કે નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application