સોઢાણા ગામે જાળમાં ફસાયેલા ૧૨ ફૂટના અજગરનું કરાયું સફળ રેસ્ક્યુ

  • November 11, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના સોઢાણા ગામે નદીના કાંઠા પાસે જાળમાં એક મહાકાય અજગર ફસાયો હતો,તેથી નજીકના વાડી માલિકને જાણ થઈ હતી,તેથી તેણે સોઢાણા ગામના સરપંચને જાણ કરી હતી ત્યારબાદ સરપંચ દ્વારા પોરબંદર વન વિભાગને જાણ કરવામાં આવી હતી,તેથી વન વિભાગની ટીમ ત્યાં પહોંચી આ અજગરને કોઇપણ જાતની ઇજા ના થાય તે રીતે ધીમે-ધીમે જાળ કાપીને અજગરને નવું જીવન આપ્યુ હતુ.વન વિભાગની ટીમ દ્વારા આ અજગરનું સફળતાપુર્વક રેસ્ક્યુ કરીને કુદરતના ખોળે છોડી દેવામાં આવ્યો હતો.વન વિભાગની ટીમના જણાવ્યા અનુસાર આ અજગરની લંબાઈ આશરે ૧૨ ફુટ જેટલી હતી અને વજન અંદાજીત ૨૦-૨૫ કિલોની આસપાસ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application