૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
ઓસ્કાર ૨૦૨૫ના નોમિનેશન માટેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે, જે રશેલ સેનોટ અને બોવેન યાંગ દ્રારા કરવામાં આવશે. અગાઉ નામાંકન ૧૭ જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ લોસ એન્જલસમાં આગ લાગવાના કારણે તે રદ કરવામાં આવ્યું હતું. હવે આ યાદગાર ઘટના ૨૩મીએ બનવા જઈ રહી છે.કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે, ૧૭ જાન્યુઆરીએ યોજાનાર ૯૭મા એકેડેમી એવોડર્સ ૨૦૨૫ નોમિનેશન્સ રદ કરવામાં આવ્યા હતા. હવે તેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. નોમિનેશનની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ કરવામાં આવશે.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વખતે નામાંકનોની જાહેરાત અભિનેત્રીઓ રશેલ સેનોટ અને બોવેન યાંગ દ્રારા કરવામાં આવશે. એકેડેમીએ તેનાએકસ (ટિટર) હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું કે, 'આ વર્ષના ઓસ્કાર નોમિનેશનના યજમાન છે: બોવેન યાંગ અને રશેલ સેનોટ. ૯૭મા ઓસ્કાર માટે કોણ નામાંકિત થયું છે તે ગુવાર, ૨૩ જાન્યુઆરીના રોજ સવારે ૮:૩૦ સવારે ૫:૩૦ વાગ્યે ખ્યાલ આવશે.અગાઉ, ઓસ્કાર નોમિનેશન ૧૭ જાન્યુઆરીએ થવાના હતા, પરંતુ લોસ એન્જલસમાં લાગેલી વિનાશક જંગલની આગને કારણે તે રદ કરવામાં આવ્યા હતા. એકેડેમીના સીઈઓ બિલ ક્રેમરે એક પત્ર જારી કરીને લખ્યું, આ આગથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે અમે અમારી ઐંડી સંવેદના વ્યકત કરીએ છીએ.લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે રદ કરવામાં આવ્યા હતા.તેમણે એમ પણ લખ્યું, 'ઘણા સભ્યો અને ઉધોગ સાથીદારો લોસ એન્જલસમાં રહે છે અને કામ કરે છે, અને અમે તેમના વિશે વિચારી રહ્યા છીએ.' આ પછી, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જંગલમાં લાગેલી આગને કારણે ઓસ્કાર ૨૦૨૫ રદ થઈ શકે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'અત્યારે એકેડેમીની મુખ્ય ચિંતા એ છે કે યારે ઘણા લોકો પીડા અને નુકસાનથી પીડાઈ રહ્યા હોય ત્યારે તેઓ આ કાર્યક્રમની ઉજવણી કરતા ન જોવા મળે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફુડ લવર્સ માટે મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા હવે જામનગરમાં....
April 10, 2025 05:31 PMડિનર માટે આ રેસીપીથી બનાવો સ્પેશિયલ અને ટેસ્ટી વેજ બિરયાની, જાણો બનાવવાની સૌથી સરળ રેસીપી
April 10, 2025 04:58 PMસુંદર પાંપણો ચહેરાની સુંદરતાને કરે છે ડબલ, અજમાવો આ કુદરતી ઉપાયો
April 10, 2025 04:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech