શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલય 77 વર્ષ પૂર્ણ: સંસ્થાના મંત્રી, ટ્રસ્ટી, પ્રમુખ સહિત વિદ્યાર્થીનીઓ રહ્યા ઉપસ્થિત
આર્યસમાજ - જામનગર ના ૯૭ માં વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય ના ૭૭ માં વાર્ષિકોત્સવ પ્રસંગે જામનગર શહેર જીલ્લાની વિદ્યાર્થિનીઓની ત્રિદિવસીય વકતૃત્વ સ્પર્ધાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
આ વકતૃત્વ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ છગનલાલ રામજીભાઈ મહેતા અને સ્મૃતિશેષ ગંગાબેન છગનલાલ મહેતાની પુણ્યસ્મૃતિમાં, માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ ભાણજીભાઈ સંધરાજભાઈ પટેલ અને સ્મૃતિશેષ રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલની પુણ્યસ્મૃતિમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ જયંતિલાલ ગોકલદાસ ઠક્કર અને સ્મૃતિશેષ ઉષાબેન ધીરજલાલ બરછા ની પુણ્યસ્મૃતિમાં યોજવામાં આવી.આ ત્રણેય સ્પર્ધામાં કુલ ૮૮ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ હતો.
પ્રાથમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ.જિલ ભરતકુમાર નાઈ(પીએમ શ્રી લાલપૂર શાળા), દ્રિતિય નંબર કુ. હર્ષાલી રાજેશભાઈ ચૌહાણ(નગર પ્રાથમિક શાળા નંબર ૪૬ જામનગર) , તૃતીય નંબર કુ. દ્રુશાલી અલ્પેશભાઈ સોલકી( પાર્વતીદેવી વિધામંદિર જામનગર) અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ. આયુષી પિયુષભાઈ જોશી, દ્રિતિય નંબર કુ. ધાર્મી વિશાલભાઈ સોલંકી, તૃતીય કુ.ખુશી રાજેશભાઈ જોશી એ પ્રાપ્ત કરેલ હતા.
માધ્યમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ.માહી વિજયભાઈ ચૌહાણ (કાલિંદી ઈંટર્નેશનલ સ્કૂલ,જામનગર),દ્રિતિય નંબર કુ.યશ્વિ ભાઈલાલભાઈ માળોદીયા (જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય-ધ્રોલ), તૃતીય નંબર કુ.ખુશી લાલજીભાઈ પરમાર (જી.ડી.શાહ હાઈસ્કુલ-જામનગર) અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ.વર્ષા કરશનભાઈ વાઘેલા, દ્રિતિય નંબર કુ.ધારા રાજેશભાઈ ચૌહાણ, તૃતીય નંબર કુ. નિયતિ જીગ્નેશગીરી ગોસ્વામી એ પ્રાપ્ત કરેલ હતા.
ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ.હેતલ સામતભાઈ માટિયા(સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ - જામનગર), દ્રિતિય નંબર કુ. મહેક લાલનકુમાર જાની(શ્રી સન સાઈન પ્રાઇમરી સ્કૂલ જામનગર),તૃતીય નંબર કુ. કાજલ વિજયભાઈ વઘેરા(શ્રીમતી ડી.એચ.કે મુંગરા વિધાલય-ધ્રોલ) અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ. હેમાલી મનીષભાઈ હરવરા, દ્રિતિય નંબર કુ. હસ્તી પ્રકાશભાઈ લૈયા, તૃતીય નંબર કુ. તસલીમા અસલમભાઈ ઠાસરીયા એ પ્રાપ્ત કરેલ હતા.
આ સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, જામનગર જીલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ અને આર્યસમાજ – જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર રહેલ.અતિથિ વિશેષ તરીકે શાસનાધિકારીની કચેરી-જામનગરના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ –જામનગર આચાર્યા બીનાબેન દવે, જી.એસ.મહેતા ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યા હીનાબેન તન્ના, ભવન્સ એ.કે.દોશી મહિલા કોલેજના આચાર્યા ચેતનાબેન ભેંસદડીયા, દરેડ તાલીમ ભવન બ્લોક MIS જયશ્રીબેન વાઘેલા, સચાણા કન્યા શાળાના આચાર્યા તૃપ્તિબેન રૂપડીયા ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન આર્યસમાજ - જામનગરના પ્રમુખ દીપકભાઈ જયંતીલાલ ઠક્કર, મંત્રી નરેન્દ્રભાઈ છગનલાલ મહેતા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયાના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ મિન્ટુબેન ચોવટીયા, હેતલબેન દેલવાડીયા, અનીશાબેન નાગર, અશ્માબેન મુન્દ્રા, નયનાબેન આહુજા, કોષાબેન માંકડ, મીતાબેન જાની, રાધિકાબેન માણેક, નીકીતાબેન વારા, સમગ્ર શિક્ષકગણ અને સમગ્ર સેવકો દ્વારા સંપન્ન કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech