'સુશાસન દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વિજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના ૯૬ ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતના કુલ ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦,૫૧,૧૪૫ જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૬,૫૬૧ ગામના ૧૮,૯૫,૭૪૪ જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
ઊર્જામંત્રીએ વધુમાં કહ્યું હતું કે, "કિસાન સૂર્યોદય યોજના" અંતર્ગત ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા ૪ ટકા ગામો પૈકી મોટાભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ૧,૫૫,૪૦૧ જેટલા ખેડૂતોને એટલે કે ૪ ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઊર્જામંત્રી દેસાઈએ જણાવ્યું કે, દિવસે વીજળી મેળવી રહેલા ૧૬,૫૬૧ ગામના ખેડૂતો પૈકી ૧૧,૯૨૭ ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8થી સાંજના 4 અને સવારે 9થી સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા ૪,૬૩૪ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે 5થી બપોરના 1 અને બપોરના ૧થી સાંજે ૯ વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે, સુશાસનના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લામાં નાનાચીલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ ૬ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં અંદાજે ૨૫૧ જેટલા અધિકારી-કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.
વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦ નવી પેટા વિભાગીય અને ૩ વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે. છેલ્લા દાયકામાં ખેડૂતોને ૧૦ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ ૧ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈપણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો ૩-૪ મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ઊર્જામંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજ વપરાશ ૨,૨૩૮ યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૧,૨૫૫ કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ “પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના” હેઠળ દેશના ૧ કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં ૨ લાખ ૪૨ હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર ૯૦૦ મેગા વોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત પીએમ કુસુમ-C યોજના હેઠળ ફીડર લેવલ સોલરાઈઝેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં આગળ પડતું રાજ્ય છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૦૮.૫૭૦ મેગાવોટના ૩૭ પ્લાન્ટ કાર્યરત થયા છે, જેનો ૪૮,૬૪૮ ખેતીવાડી વીજ ગ્રાહકોને લાભ મળ્યો છે. હાલમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી (વીન્ડ+સોલાર+હાઈડ્રો+બાયો પાવર)ની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલેકટરની રુબરુ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
May 19, 2025 04:38 PMચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech