રાજકોટ શહેરમાં પાંચ દિવસમાં ૩૨ ઈંચ જેવો ભારે વરસાદ વરસ્યા બાદ મહાનગરપાલિકામાં ફરિયાદોનો વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ડ્રેનેજને લગતી ૪૫૪૨ ફરિયાદો સહિત વિવિધ વિભાગોને લગતી કુલ ૮૫૫૬ ફરિયાદો નોંધાઇ છે જેમાંથી મોટા ભાગની ફરિયાદો અણઉકેલ છે, મહાપાલિકા તત્રં પાસેથી કામ લેવામાં નગરસેવકો નબળા પુરવાર થયા છે તેથી નાગરિકો નિરાધાર બની ગયા છે. જાયે તો જાયે કહાં તેવી સ્થિતિમાં મુકાયેલા નાગરિકો વોર્ડ ઓફિસથી ઝોન ઓફિસ અને ઝોન ઓફિસથી મુખ્ય ઓફિસે ફરિયાદો ઉકેલવા માટે ધરમ ધક્કા ખાઇ રહ્યા છે. બીજીબાજુ વરસતા વરસાદમાં કામગીરી કરવા નીકળેલા કોર્પેારેટરો વરસાદ બધં થયા પછી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
મહાનગરપાલિકાના રેકર્ડ ઉપર તા.૨૫–૮–૨૦૨૪થી તા.૩૦–૮–૨૦૨૪ સુધીમાં નોંધાયેલી સમગ્ર શહેરની ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજની ૪૫૫૨ સહિત કુલ ૮૫૫૬ ફરિયાદો છે જેમાંથી મોટા ભાગની અણઉકેલ છે. ડ્રેનેજને લગતી ફરિયાદોમાં (૧) રસ્તા ઉપર ડ્રેનેજનું ગંદુ પાણી વહેવાની ૨૦૬ ફરિયાદ (૨) ડ્રેનેજ ચોક અપ થયાની ૧૪૦૫ ફરિયાદ (૩) ડ્રેનેજ સાફ કર્યા બાદ કચરો નહીં ઉપાડાની ૩૧ ફરિયાદો (૪) પાઇપ ગટરનું મેનહોલ લિકેજ હોવાની ૧૯૭ ફરિયાદો (૫) ડ્રેનેજનું મેનહોલ ખરાબ હોવાની ૪૧ ફરિયાદો (૬) ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન લીધાની એક ફરિયાદ (૭) ડ્રેનેજ મેનહોલ રિપેર કરવાની ૫૦ ફરિયાદો (૮) ડ્રેનેજ મેનહોલનું લેવલિંગ કરવાની ૧૪ ફરિયાદો (૯) ડ્રેનેજની મેઇન લાઇન સતત ઓવરલો થઇ રહી હોવાની ૨૫૮૭ ફરિયાદો (૧૦) ડ્રેનેજ લાઇન ડેમેજ હોવાની ૧૦ ફરિયાદો નોંધાઇ છે.
ડ્રેનેજની ઉપરોકત ફરિયાદો ઉપરાંત રખડું ઢોર કુતરાના ત્રાસની ૧૨ ફરિયાદ, આવાસ યોજનાની બે ફરિયાદ, વરસાદી પાણી ભરાયેલું હોવાની ૨૫૪, સિટી બસ નહીં આવ્યા સહિતની ૧૨ ફરિયાદ, મૃત પશુ ઉપાડવાની ૧૭૧ ફરિયાદો, ઇલેકટ્રોનિક વેસ્ટની ૧૯ ફરિયાદ, ગેરકાયદે હોડિગની બે ફરિયાદ, સેલરમાં પાણી ભરાયા સહિતની ફાયરબ્રિગેડને લગતી ૩૦ ફરિયાદો, ફડ બ્રાન્ચની ત્રણ ફરિયાદો, વૃક્ષો ધરાશાયી થયાની ૩૬૩ તેમજ નમેલા વૃક્ષો સરખા કરવા, તૂટેલા ડાળીઓ ઉપાડવા સહિતની ૫૩૪ ફરિયાદો, આરોગ્ય કેન્દ્રોની બે ફરિયાદો, સ્ટ્રીટ લાઇટસ બધં હોવાની ૧૨૦૦ સહિત રોશની શાખાને લગતી કુલ ૨૦૪૧ ફરિયાદો, વોંકળા સફાઈની કુલ ૧૬ ફરિયાદો, સફાઈ નહીં થયાની ૪૮૯ ફરિયાદો, પાણી વિતરણને લગતી ૩૪૩ ફરિયાદો સહિત કુલ ૮૫૫૬ ફરિયાદો નોંધાઇ છે. આ તમામ ફરિયાદો તાકીદે ઉકેલાઇ તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech