ભેસાણના કરિયા ગામે મકાનના તાળાં તોડી ૮૦ હજારની રોકડની ચોરી

  • November 14, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભેસાણના કરિયા ગામે રહેણાંક મકાનમાં પ્રવેશ કરી સીસીટીવી જોતા મોઢું ફેરવી માલ બાંધી લોખંડના સળિયા વડે તાળું તોડી ઘઉંના પતરા ની પેટીમાં રાખેલ ૮૦ હજારની રોકડની ચોરી નો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થતા અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘઉંની પતરાની પેટી માંથી થયેલ રોકડ ચોરી મામલે જાણ ભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે.
આ અંગે પ્રા વિગત મુજબ ભેસાણના કરિયા ગામે રહેતા સુરેશભાઈ મકવાણા ના ઘરની પાછળ ની દિવાલ ટપી અજાણ્યો ઈસમ મકાનમાં પ્રવેશ કર્યેા હતો. અજાણ્યા ઇસમે સીસીટીવી જોતા મોઢું પાછળ ફેરવી માલ બાંધી ઘરના ડેલામાં પ્રવેશ કરી ડેલા ને બધં કરી લોખંડના સળિયા અને ત્રિકમ વડે ઘરની ઓસરી નું તાળું તોડી મમાં પ્રવેશ કર્યેા હતો. ત્યારબાદ મનું તાળું ન તૂટતા મિજાગરાની કડી તોડી પ્રવેશ કર્યેા હતો અને મની અંદર ઘઉંની પતરાની પેટીનું તાળું તોડી .૮૦ હજારની રોકડ ચોરી કરી હતી. ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application