સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી જગ્યા બાબતે રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટ અંતર્ગત માગવામાં આવેલી માહિતીના સત્તાવાર જવાબમાં યુનિવર્સિટિ તંત્રએ એવો ખુલાસો કર્યેા છે કે કેમ્પસમાં શૈક્ષણિક સ્ટાફની ૪૪%, બિન શૈક્ષણિક સ્ટાફના વર્ગ ચાર ની ૮૦%, વર્ગ ૩ ની ૭૭ ટકા અને વર્ગ–૨ ની ૪૨ ટકા જગ્યાઓ ખાલી પડી છે.
વિધાર્થી આગેવાન રોહિતસિંહ રાજપુત દ્રારા કરવામાં આવેલી આરટીઆઇના જવાબમાં યુનિવર્સિટીએ જણાવ્યું છે કે કેમ્પસ પર આવેલા ભવનમાં વર્ગ ચારની ૫૮ જગ્યા મહેકમ મુજબ મંજૂર કરવામાં આવી છે. તેમાંથી માત્ર ૧૨ જગ્યા ભરાયેલી છે. ૪૬ ખાલી છે. વર્ગ ૩ ની ૧૧૭ જગ્યા સામે ૨૭ ભરાયેલી છે અને ૯૦ જગ્યા ખાલી છે. વર્ગ–૨ ની ૩૧ જગ્યાના મહેકમ સામે ૧૩ જગ્યા ખાલી છે અને ૧૮ જગ્યા ભરાયેલી છે.
છેલ્લા ત્રણ વર્ષથી કાયમી કુલપતિ વગર ચાલતી આ યુનિવર્સિટીમાં રજીસ્ટાર પણ ઇન્ચાર્જ છે.ચીફ એકાઉન્ટન્ટ, ચીફ એન્જિનિયર, ગ્રંથપાલ જેવી વર્ગ એકની જગ્યાઓ પણ ખાલી પડી છે અને ત્યાં હંગામી ધોરણે ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવે છે. અત્યતં ટૂંકા સમયગાળામાં ઇન્ચાર્જ રજીસ્ટર અને પરીક્ષા નિયામક સહિતના અધિકારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે પરંતુ તેનું કોઈ આગોતં આયોજન જોવા પણ મળતું નથી.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર અલગ અલગ વિષયના ૨૮ ભવનો આવ્યા છે અને હજારો વિધાર્થીઓ અનુસ્નાતકનો અભ્યાસ કરે છે. આ તમામ ભવનોમાં શૈક્ષણિક સ્ટાફ એટલો ઓછો છે કે અધ્યાપકોની ૧૧૫ જેટલી મંજૂર થયેલી જગ્યા સામે ૮૭ ભરાયેલી છે અને ૬૮ જગ્યા ખાલી છે. ૪૪% જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં તે ભરવા માટેના કોઈ પ્રયત્નો થતા નથી અને થાય છે ત્યારે એક યા બીજા કારણે અટકી જાય છે. એડમિશન લેવા માટે એક સમયે ભવનોમાં પડાપડી થતી હતી પરંતુ અત્યારે અનેક ભવનમાં જગ્યાઓ ખાલી પડી છે. અઢીથી ત્રણ લાખનો પગાર મેળવતા અનેક પ્રોફેસરો જે તે ભવનમાં સંશોધન કરનાર વિધાર્થીના અથવા તો વીઝીટીંગ લેકચરરોના ભરોસે કામ સોંપી જતા રહે છે. મોટાભાગના ભવનોમા ૭૦% જગ્યા ખાલી છે. એનએફડીડી જેવું કરોડો પિયાના ખર્ચે બનાવેલું ભવન આજે બધં છે.
જો આવીને આવી હાલત રહી તો સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને તાળા મારવાના દિવસો દૂર નથી તેવી ચિંતા શિક્ષણ જગતમાં થઈ રહી છે. શિક્ષણ જગતમાં ચર્ચાથી વિગત મુજબ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર રાજકોટ જામનગર અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છે. આ ચાર જિલ્લામાં કેન્દ્ર સરકારના બે યુનિયન મિનિસ્ટર, રાય સરકારના ત્રણ ત્રણ કેબિનેટ મિનિસ્ટર, રાયસભાના સાંસદો, ધારાસભ્યો, લોકસભાના સાંસદો સહિતના અનેક નેતા હોવા છતાં કશું પરિણામ આવતું નથી.
રોહિતસિંહ રાજપૂતે આ બાબતે જણાવ્યું છે કે જો તાત્કાલિક યોગ્ય કરવામાં નહીં આવે તો અમે આ મામલે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જવાના છીએ અને ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી બચાવો અભિયાન ચાલુ કરવાના છીએ. આ અભિયાનમાં અમે રાજકીય, સામાજિક આગેવાનો, શિક્ષણવિદો, અધ્યાપકો, વિધાર્થી નેતાઓ વગેરેને સાથે રાખીને કમિટીની રચના કરી આંદોલન કરીશું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech