ગઈકાલે માત્ર ૯ મિનિટની અંદર પૂર્વી તાઈવાનના શૌફેંગ ટાઉનશીપ, હત્પઆલીન કાઉન્ટીમાં પાંચ વખત તીવ્ર ભૂકપં આવ્યો હતો. અને આખી રાતમાં ૮૦થી વધુ વખત ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની હલચલ સાંજે ૫:૦૮ થી ૫:૧૭ (સ્થાનિક સમય)ની વચ્ચે શ થઈ અને આખી રાત ચાલુ રહી, જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપની સૌથી વધુ ૬.૩ અને ૬ની તીવ્રતા નોંધાઈ હતી. ભારતીય સમય અનુસાર રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ થોડીવારના અંતરે બે જોરદાર ભૂકપં આવ્યા. તાઈવાનમાં રાતના ૨:૨૬ અને ૨:૩૨ વાગ્યા હતા. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર હત્પઆલિનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી ૫.૫ કિલોમીટર નીચે હતું. ભૂકંપના કારણે હત્પઆલીન વિસ્તારમાં બે ઈમારતોને નુકસાન થયું છે. જેમાંથી એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે અને બીજી રોડ તરફ ઝૂકી ગઈ છે. તાઈવાનની સાથે જાપાન, ચીન અને ફિલિપાઈન્સમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. સીએનએ ફોકસ તાઈવાને ટિટર પર પોસ્ટ કયુ હતું કે, સાંજે ૫:૦૮ થી ૫:૧૭ વચ્ચે ૯ મિનિટમાં શૌફેંગ ટાઉનશીપ, હત્પઆલીન કાઉન્ટી, પૂર્વીય તાઈવાનમાં પાંચ ભૂકપં આવ્યા. બે અઠવાડિયા પહેલા તાઈવાનના પૂર્વી દરિયાકાંઠે રિકટર સ્કેલ પર ૭.૪ની તીવ્રતાનો શકિતશાળી ભૂકપં આવ્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં ૧૩૨ લોકો એપીસેન્ટરની નજીક હત્પઆલીન કાઉન્ટીમાં ઘાયલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech