બાતમીના આધારે પોલીસનો દરોડો : જાખરમાં બે પત્તાપ્રેમી પકડાયા
જામનગરના મોહનનગર આવાસ બિલ્ડીંગ નં. 16ના પાર્કિંગમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મહિલાઓ સહિત 8ની રોકડ સાથે અટકાયત કરવામાં આવી હતી જયારે જાખર ગામમાં પાના ટીંચતા બે શખ્સ પોલીસની ઝપટમાં આવ્યા હતા.
મોહનનગર આવાસ બિલ્ડીંગ નં. 16ના પાર્કિંગમાં તિનપતીનો જુગાર રમાય છે એવી હકીકત આધારે દરબારગઢ ચોકી સ્ટાફે દરોડો પાડયો હતો જેમાં અહીં તિનપતીનો જુગાર રમતા આવાસ બિલ્ડીંગ 16માં રહેતા પરેશ મધુકાન્ત પટેલ, આવાસ બિલ્ડીંગ 11માં રહેતા આકાશ બબનરાવ ઇંગડે, આવાસ બિલ્ડીંગ 16માં રહેતા રશ્મીબેન પરેશ પટેલ, લાલવાડી આવાસ બ્લોક 4માં રહેતી કમળાબેન અરજણ ખરા, વિકટોરીયાપુલ પાસે રહેતી મંજુબેન બાબુ પીપળીયા, આવાસ બિલ્ડીંગ 16માં રહેતી કિરણબેન આકાશ પટેલ, આવાસ બિલ્ડીંગ 11માં રહેતી અનીતાબેન બબનરાવ ઇંગડે અને આવાસ બિલ્ડીંગ 16માં રહેતી પ્રિતીબેન વિવેક પટેલની અટકાયત કરી હતી. દરોડા દરમ્યાન પોલીસે રોકડા 5260 અને ગંજીપતા કબ્જે કયર્િ હતા.
બીજા દરોડામાં લાલપુરના જાખર ગામમાં ગેરેજની બાજુના વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા જાખર ગામના મયુર મનસુખ ગુઢડીયા અને મોટી ખાવડી ગામના મુકેશ મોતી વાંજા નામના શખ્સોને રોકડ 440 અને ગંજીફા સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech