રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આગામી તા.24 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર લોકમેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને સાડા સાત કરોડની કરાઇ છે. ગત વર્ષની ત્રણ એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના ત્રણ ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે. રોજના 100 સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. દરરોજ રાત્રે 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખ રાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, ડી.સી.પી. બંગારવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સિંઘ, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વાંગવાણી, મામલતદાર પાવરા સહિત અમલીકરણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સાંઢીયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કિગની વિશેષ વ્યવસ્થા
રાજકોટ શહેરના જામનગર રોડ ઉપરનો સાંઢિયો પુલ બંધ હાલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે.
લોકમેળાને અનુલક્ષી વિવિધ પેટા સમિતિની રચના કરાઇ
લોકમેળાની કાયદો વ્યવસ્થા, સુરક્ષા, સીસી ટીવી, સિક્યુરિટી તથા જાહેરાતોના બેનર્સ, ડ્રો તથા હરરાજી, ઈલેક્ટ્રીક લાઈટ તથા સાઉન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ બાંધકામ, મેળામાં સફાઈ, ભાવ પત્રક નિયમન સમિતિ, પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, કર સમિતિ, દબાણ સમિતિના કામોની સમીક્ષા કરાઈ હતી. યાંત્રિક રાઇડની ચકાસણી માટે સમિતિ રચાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech