ગુજરાતમાં એનિમીક મહિલાઓના પ્રમાણમાં ૧૦ ટકાના વધારા સાથે ૬૫ ટકા: નવી જેન્ડર પોલિસી જાહેર

  • September 02, 2024 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં મહિલાઓને સ્થિતિને લઈને નવી જેન્ડર પોલિસી ૨૦૨૪ રાજય સરકાર દ્રારા જાહેર કરવામાં આવી છે આ પોલીસની દર પાંચ વર્ષ સમીક્ષા કરવાની સાથે વિવિધ એકસન પોઈન્ટ પર કામ હાથ ધરવામાં આવશે રાજયની એનીમિક મહિલાઓની પ્રમાણ ઘટવાને બદલે વધતા ચિંતાનો વિષય બન્યો છે પરિણામે નવી જેન્ડર પોલિસી પર નિષ્ણાતોએ એનીમિક મહિલાના પ્રમાણમાં ઘટાડો કરવો,મહિલાઓ ની વહીવટી ક્ષમતામાં સુધારો કરવો શાસનમાં મહિલાઓની ભાગીદારી વધારવી માતા મૃત્યુદરમાં ઘટાડો, ક્રીઓનું સરેરાશ આયુષ્ય વધારવું સ્ત્રી બાળ જન્મદરમાં સુધારો કરવો મહિલા સાક્ષરતા દરમાં વધારો કરવો વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં વિધાર્થીનીઓનું પ્રવેશ વધે તેવા પ્રયાસ કરવા મહિલાઓની રોજગારીમાં વધારો કરવો સૈનિક અને રક્ષા ક્ષેત્રમા વિધાર્થીનીઓનો પ્રવેશ વધારવો મહિલા અત્યાર ઘટાડવા અને કન્યા ડ્રોપાઉન્ડ રેશિયો ઘટાડવા પર ફોકસ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં મહિલાઓના વિકાસની અનેક યોજનાઓ તથા અલાયદી જેન્ડર પોલિસી હોવા છતાં એનિમિક મહિલાઓનું પ્રમાણ ૧૭ વર્ષમાં ઘટવાને બદલે ૧૦ ટકા વધી ગયું છે. વર્ષ ૨૦૦૫–૦૬માં બહાર આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં રાયમાં ૫૫.૫ ટકા મહિલાઓ એનિમિક હતી, તે પ્રમાણ માર્ચ–૨૦૦૧માં બહાર આવેલા છેલ્લ ા એનએફએચએસ–ના રિપોર્ટ મુજબ વધીને ૬૫ ટકા થયું છે.રાય સરકારે ફેરફાર સાથેની નવી જેન્ડર પોલિસી ૨૦૨૪જાહેર કરવી પડી છે.જેની અવધી પાંચ વર્ષ ની રહેશે.
રાજયના મહિલા અને બાળવિકાસ દ્રારા બહાર પડેલી આ નવી પોલિસીમાં જણાવાયું છે કે, બદલાતા સામાજિક આર્થિક પરિપ્રેયમાં તથા વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને અનુલક્ષીને નીતિના પુન:ઘડતરમાં કેટલાક નવા ક્ષેત્રો ઉમેરાયા છે, તો કેટલાક ક્ષેત્રોનો વ્યાપ વધારાયો છે. શિક્ષણ અને રમતગમત, ઘરેલુ હિંસા સામે સુરક્ષા,આરોગ્ય –પોષણ–જીવનની ગુણવત્તા, પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ, સામાજિક સુરક્ષા અને કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આર્થિક પર્યાવરણ અને વહીવટ તથા નિર્ણય શકિત જેવા મુદ્દા ઉપર ફોકસ કરવાનું નક્કી થયું છે.

આ નીતિના અમલ, મોનિટરિંગ અને સમીક્ષા માટે મુખ્યસચિવની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના વડા અધિકારીઓને સાંકળીને કુલ ૧૦ સભ્યોની રાયકક્ષાની સમિતિ બનાવાઈ છે. રાયમાં મહિલાઓના પુનર્વસન–પુન:સ્થાપન, સભાનતા, ઘરેલું હિંસા તથા અત્યાચાર, મહિલાઓને ન્યાય જેવા અનેક મુદ્દાઓ ઉપર મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે.

જેમા સ્ત્રીઓમાં વહીવટી – એનિમિક મહિલાઓનું પ્રમાણ ઘટાડવું ક્ષમતામાં સુધારો કરવો શાસનમાં મહિલાઓની ભાગીદારી વધારવી માતા મૃત્યુદર ઘટાડો – સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય વધારવું.સ્ત્રીઓમાં બાળજન્મ દરમાં સુધારો કરવો માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં મહિલા સાક્ષરતા દરમાં વધારો કરવો – વિજ્ઞાન–ટેકનોલોજીઇજનેરી–આઇટી જેવા શિક્ષણ ક્ષેત્રોમાં વિધાર્થિનીઓનો પ્રવેશ વધે તે માટે પ્રયાસ કરવો– મહિલાઓની રોજગારીના દરમાં વધારો કરવો– સૈનિક અને રક્ષા શિક્ષણમાં વિધાર્થિનીઓનો પ્રવેશ વધારો– મહિલા અપમૃત્યુના કેસોમાં ઘટાડો કરવો– કન્યા ડ્રોપઆઉટ રેટ ઘટાડવાનો છે.

વર્ષમાં ૨૦૧૩–૧૪માં દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો તે પછી કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહિયારા ભંડોળથી દરેક રાયમાં નિર્ભય ભંડોળ ઊભું થયું. આ ભંડોળ મહિલાઓની સુરક્ષા માટે અર્બન વિસ્તારોમાં વાપરવા માટેનું હતું. એકલા અમદાવાદ પોલીસ કમિશનરેટને જ ૨૦૧૮–૧૮થી ૨૦૨૦–૨૧ના ત્રણ વર્ષમાં .૨૨૦.૧૧ કરોડની માતબર ગ્રાન્ટ મળી, પણ એ પૈકી કેવળ ૩૪.૬૯ ટકા રકમ યાને .૭૬.૩૬ કરોડ ખર્ચાયા, બાકીના .૨૫ કરોડ અમદાવાદ મહાનગર પાલિકા પાસે વણવપરાયેલા રહ્યા, યારે . ૧૧૮.૭૫ કરોડ ગુજરાત રાય પોલીસ આવાસાન નિગમ મારફતે જીએસએફએસમાં રોકી દેવાયા. આવી જ રીતે મહિલાઓ અને બાળકો સામે સાઇબર ગુનાઓનું પ્રમાણ ઘટાડવા–નિવારવા કેન્દ્ર સરકારે .૩.૪૫કરોડની ગ્રાન્ટ ગૃહવિભાગને આપી એ પૈકી . ૫૮ કરોડ પાંચ વર્ષે વપરાયા વગર પડી રહ્યા હતા. કેગ' દ્રારા તેના લેટેસ્ટ રિપોર્ટમાં આ બંને કિસ્સાઓનો ઉલ્લ ેખ છે.

એક પણ પ્રતિનિધિને રાયકક્ષાની સમિતિમાં સ્થાન અપાયું નથી. જો કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના વડા અધિકારીની અધ્યક્ષતામાં જુદા જુદા વિષયોના નિષ્ણાતોને સાંકળીને એક કોર સમિતિ બનાવાઈ છે, જેમાં વિચારણા કરીને ઉપરોકત આઠ વિષયો માટે અલાયદા વકિગ ગ્રુપ સરકારી અધિકારીઓની અધ્યક્ષતામાં બનાવાયા છે. રાયકક્ષાની સમિતિ કોર સમિતિ સાથે આવશ્યકતા અનુસાર વખતોવખત પરામર્શ કરી માર્ગદર્શન આપશે. દર છ માસે રાયકક્ષાની દર છ માસે બેઠક યોજાશે. ૨૦૨૮માં પાંચ પુન:સમીક્ષા થશે. રસપ્રદ એ છે ઉકત આઠ મુખ્ય મુદ્દાઓમાં વિવિ એકશન પોઇન્ટસ તૈયાર કરાયા છે જેમાં દરેકમાં અમલના એક વર્ષ લયાંક સિદ્ધિ પ્રા કરવાનો કરાયો છે. જેમ કે દીકરીઓ ઓછા ઓછું ૧૨મા ધોરણનું શિક્ષણ પ્રાપ્ત કરે અને તેમને મફત પરિવહન સુવિધા આપવામાં આવે તે લય એક વર્ષમાં પાર પાડવાનો દાવો કરાયો છે, તો પ્રસૂતિ લાભ અધિનિયનો અમલ એક જ વર્ષ સરકારી અને ખાનગી એકમો કરવામાં આવશે તેમ કહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application