મોડીરાત્રે જયારે રાજકોટવાસીઓ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતાં ત્યારે શહેરના એક ખૂણે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખાના જાંબાઝ મરજીવાઓ એક વયોવૃદ્ધ મહિલાની જિંદગી બચાવવા સખત પરિશ્રમ કરી રહ્યા હતાં. આ ઘટના બની હતી ૩૧-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૨:૩૦ વાગ્યા આસપાસ. ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને સંજયભાઈ નામના નાગરિક તરફથી એક ફોન કોલ મળે છે અને ઊંડી ખાણમાં એક વૃદ્ધા સંઘર્ષ કરી રહ્યા હોવાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડના જવાનો એક પળનો પણ વિલંબ કર્યા વગર સ્થળ લાપાસરી રોડ પર સ્થિત રણુજા મંદિરની સામે અંદાજિત ૪૦ થી ૫૦ ફૂટ ઊંડી ખાણ પાસે ઘટના સ્થળે પહોંચે છે અને પછી શરૂ થાય છે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન.
આ ઊંડી ખાણમાં પડી ગયેલા આશરે ૫૦થી ૬૦ વર્ષના વૃદ્ધાને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. વૃદ્ધાને બહાર કાઢી ૧૦૮ની ટીમ મારફત સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
માજીને સહીસલામત બહાર કાઢ્યા
તા.૩૧-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૨:૩૦ કલાકે આ ઘટનાની જાણકારી મળતાં જ કોઠારિયા ફાયર સ્ટેશનથી તાત્કાલિક ગણતરીની મિનિટમાં જ ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની રેસ્ક્યુ ટીમ રણુજા મંદિરની સામે, લાપાસરી રોડ પર ઇંટોના ભઠ્ઠા પાસેના સ્થળ પર પહોંચી હતી. આ સાથે જ પોલિસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આશરે ૫૦થી ૬૦ વર્ષના માજી જોશનાબેન ખોડાભાઈ ભલગામા ૪૦થી ૫૦ ફૂટ ઊંડી ખાણમાં પડી ગ્યા હતા. ખાણમાં પાણી પણ ભરાયેલું હતું. ખાણ ઊંડી હોવાને કારણે તાત્કાલિક ફાયરની ટીમે રસ્સા (દોરડા)ની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું અને માજીને સહીસલામત બહાર કાઢ્યા હતા.
એમ્બ્યુલન્સની મદદથી વૃધ્દ્ધાને તપાસ માટે સિવિલ ખસેડાયા
આ વૃદ્ધા લગભગ ચારેક કલાક સુધી પાણીમાં રહ્યા હોવાને કારણે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી વૃધ્દ્ધાને તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech