ત્રણ દરવાજા પાસે ઘોડીપાસનો જુગાર રમતા બે શખ્સની અટક
કાલાવડના ધુન ધોરાજી ગામે નદી કાંઠે તિનપતીનો જુગાર રમતા 6ને રોકડ સાથે પકડી લેવાયા હતા, જયારે જામનગરના ત્રણ દરવાજા પાસે ઘોડીપાસા ખેલતા બે શખ્સ પકડાયા હતા.
ધુનધોરાજી ગામના નદી કાંઠે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ગામમાં રહેતા કેશુ દેવા બાબરીયા, મેઘા ખોડા મકવાણા, જગદીશ પાલા વાલવા, પુનિત જમન ખીમસુરીયા, અમૃત ધનજી ખીમસુરીયા અને ધનજી દેવા ખીમસુરીયા નામના શખ્સોને રોકડા 1230 અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
અન્ય એક દરોડામાં જામનગરના ત્રણ દરવાજા પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા નાગેશ્ર્વર કોલોનીના દાઉદ આરીફ મુસાણી અને ખોજા નાકા પાસે રહેતા મહેબુબ અબા મી નામના બે શખ્સોને રોકડા 1420 સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech