યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી આ મહિને અમેરિકાની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત પહેલા યુક્રેનની સરકારમાં મોટી સંખ્યામાં મંત્રીઓ રાજીનામાઓ આપી રહ્યા છે. ફેરબદલની અટકળો વચ્ચે વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ પણ રાજીનામું આપી દીધું છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં છ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે, જેમાં નાયબ વડા પ્રધાન અને શક્ર ઉત્પાદનના વડાનો પણ સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં નાયબ વડા પ્રધાન અને શક્ર ઉત્પાદન વડા સહિત છ પ્રધાનોએ રાજીનામું આપ્યું છે. સંસદે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયન આક્રમણ બાદ યુક્રેનિયન કેબિનેટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આજે કુલેબાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત થાય તેવી શકયતા છે. મીડિયામાં એવી ચર્ચા છે કે કુલેબાના ડેપ્યુટી એન્ડ્રે સિબિહા તેમનું સ્થાન લઈ શકે છે. કુલેબા માર્ચ ૨૦૨૦ થી યુક્રેનના વિદેશ પ્રધાન છે. તે ઝેલેન્સકી પછી આંતરરાષ્ટ્ર્રીય સમુદાયમાં સૌથી વધુ માન્યતા પ્રા નેતા છે. બીજી તરફ, મંગળવારના મોટા હત્પમલા બાદ રશિયાએ ગઈકાલે પશ્ચિમ યુક્રેનિયન શહેર લ્વિવને પણ નિશાન બનાવ્યું હતું, જેમાં સાત લોકો માર્યા ગયા હતા. આ સિવાય ૫૨ લોકો ઘાયલ થયા છે. હત્પમલામાં સ્મારક સ્થળો સહિત ૧૫૬ ઈમારતોને નુકસાન થયું છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જસ્ટિન ટ્રુડોને રશિયામાં પ્રહાર કરવા માટે પશ્ચિમી પરવાનગી મેળવવા માટે મદદ માંગી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech