જુનાગઢ ધોરાજી રોડ પર જય ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ભાડાના ગોડાઉનમાંથી ૫.૮૦ લાખનો વિદેશી દારૂ ઝડપી હાથ ન આવેલ ત્રણ બુટલેગરો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
તાલુકાના ધોરાજી રોડ પર જય ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાડાના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી તેલના ડબ્બાઓની આડસમાં ખોખામાં છુપાવેલ ૫.૮૦ લાખની કિંમતની વિદેશી દારૂની ૨,૭૩૦ બોટલ સહિત ૧૦.૮૨ લાખનો મુદ્દા માલ ઝડપી દારૂની હેરાફેરી ની પેરવી મામલે હાથ ન આવેલ ત્રણ બુટલેગરો સામે ગુન્હો નોધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ તાલુકાના ધોરાજી રોડ પર આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉનમાં વિદેશી દારૂ છુપાવાયો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તપાસ કરતા પ્લોટ નંબર ૫ માં સંગીતાબેન રાબડીયા ની માલિકીનું ગોડાઉન ત્રણ મહિના પહેલા જૂનાગઢના અરવિંદભાઈ મારડિયાએ ખેતપેદાશની પ્રોડક્ટ નું વેચાણ કરવા ગોડાઉન ભાડે માગ્યું હતું અને મહારાષ્ટ્રના ચેનારામ નરભેરામ ને ૫૫ હજારમાં ગોડાઉન ભાડે આપેલ હતું.એસ એમ.સી ની ટીમે બંધ ગોડાઉનના તાળાને કટર મશીનથી તોડી તપાસ કરતા ગોડાઉનની અંદર પીકપ વાહન પાર્ક કરેલ હતું અને ખાલી તેલના ડબ્બાઓની આડસમાં તાલપત્રી ઢાંકેલ ખોખાઓમાં છુપાવેલ ૫.૮૦ લાખની કિંમતની ૨,૭૩૦ વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી. તપાસ દરમિયાન ચેનારામ ભેરારામ સાથે લખન મેરુ ચાવડા રહે. ગિરનાર દરવાજા પણ ભાગીદાર હોવાનું ખુલ્યું હતું.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોડાઉન માંથી મળેલ પીક અપ વાહન, વિદેશી દારૂ, ડીવીઆર મળી ૧૦.૮૨ લાખનો મુદ્દા માલ કબજે કરી દારૂની હેરાફેરી ના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા થી સ્થાનિક પોલીસમાં દોડધામ થઈ હતી અને બુટલેદરોમાં સોપો પડી ગયો હતો. લાખોની કિંમત ના દારૂ ઝડપાવા મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના વિપુલ ચૌધરીએ ચેનારામ ભેરારામ, અરવિંદ મારવાડી, લખન મેરુ ચાવડા સામે નશાબંધી અધિનિયમ અંતર્ગત ગુન્હો નોધી ત્રણેય બુટલેગરોને ઝડપી લેવા તાલુકા પોલીસ ની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું અપહરણ કરી ક્રૂર હત્યા
April 19, 2025 10:35 AMભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech