રાજકોટ જિલ્લામાં બીપીના ૫૫૯૧ અને ડાયાબીટીસના ૪૨૫૨ દર્દીઓ શોધાયા

  • April 04, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં દર વર્ષે નોન કોમ્યુનિકેબલ ડીસીઝના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના રોગોનું સમયસર નિદાન થાય, તે હેતુસર હીડન કેસ શોધવા ખાસ મેગા ડ્રાઇવ કેમ્પેઇન તા. ૨૦ ફેબ્રુઆરીથી તા. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી કાર્યરત હતી. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પણ આ સંદર્ભે હાઉટ ટુષહાઉસ મુલાકાત કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના નેતૃત્વમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શન મુજબ નોન-કોમ્યુનિકેબલ ડીસીઝ પ્રોગ્રામ હેઠળ સ્પેશિયલ મેગા ડ્રાઇવ કેમ્પેઇનની કામગીરી કરાઈ છે. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં શંકાસ્પદ જણાતા હાઇપરટેન્શન (બી.પી.)ના કુલ ૧,૯૪,૧૨૨ લોકો અને ડાયાબીટીસના કુલ ૧,૯૨,૨૬૯ લોકોનું સ્કીનિંગ કરાયું હતું. જેમાંથી કુલ ૫૫૯૧ લોકો હાઇપરટેન્શન અને કુલ ૪૨૫૨ લોકો ડાયાબીટીસ ધરાવે છે અને આ બંને રોગ હોય, તેવા ૨૧૧૪ નવા દર્દીઓ શોધાયા છે. જે પૈકી હાઇપરટેન્શનના કુલ ૪૩૮૧ લોકો અને ડાયાબીટીસના કુલ ૩૪૫૨ લોકો અને બંને બીમારી હોય તેવા ૧૮૯૩ દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે અને અન્ય દર્દીઓની સારવાર શરૂ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ સઘન ઝુંબેશ દરમિયાન બિનચેપી રોગના ઝડપી નિદાન માટે કેમ્પ, ત્વરિત સારવાર, લોકજાગૃતિ માટે શિબિર, પત્રિકા વિતરણ, બેનર-હોર્ડિંગ્સ લગાવવા વગેરે કામગીરી કરાઈ છે. તેમજ વિવિધ આરોગ્ય સંસ્થા ખાતે ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોને વિના મૂલ્યે ડાયાબીટીસ, બ્લડપ્રેશર અને કેન્સરની પ્રાથમિક તપાસ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application