ધોલેરા-ભાવનગર હાઈવે આજે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો. કારણ કે, આ હાઈવે પર સાંઢીડા ગામ નજીક સ્કોર્પિયા અને કિયા કાર સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં કિયા કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના અરેરાટીભર્યા મોત નીપજ્યા છે. બન્ને કાર સામસામે એટલી જોરથી ટકરાઈ હતી કે, સ્પોર્પિયો કાર પલટી મારી હાઈવે પરથી નીચે ઉતરી ગઈ હતી.
મૃતકો યાદી
1.ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરિયા (મૂળ રહે. શાંતિનગર, તા.મહુવા, ભાવનગર. હાલ સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
2.અશોકભાઈ ગોબરભાઈ ડોબરિયા (મૂળ રહે. શાંતિનગર, તા.મહુવા, ભાવનગર. હાલ સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
3.ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરિયા (મૂળ રહે. શાંતિનગર, તા.મહુવા, ભાવનગર. હાલ સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
4.તીર્થ ગૌરવભાઈ ડોબરિયા (મૂળ રહે. શાંતિનગર, તા.મહુવા, ભાવનગર. હાલ સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
5.દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી (રહે. પાલીતાણા)
અકસ્માતની ઘટના સર્જાતા માર્ગ પર ટ્રાફિકજામ
મળતી માહિતી પ્રમાણે, આ ગમખ્વાર અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતની ઘટના સર્જાતા માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધોલેરા પોલીસને બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત બચાવ કાર્ય તથા ટ્રાફિક નિયમન શરૂ કરાવ્યું હતું. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ધોલેરા ભાવનગર હાઇવે માર્ગનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ પર અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે. આજે સાંઢીડાના પાટિયા નજીક ભાવનગર તરફથી મૂળ પાલીતાણાના રહેવાસી લોકો કિયા કારમાં ધોલેરા તરફ આવી રહ્યા હતા ત્યારે ધોલેરા તરફથી ભાવનગર બાજુ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કોર્પિયો કાર પલટીને રોડની નીચે ગઈ હતી. અકસ્માતની જાણ થતા ધોલેરા 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે ભાવનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech