કેટલાંક સમયથી ગોંડલને રેઢુપડ માની તસકરો વિવિધ વિસ્તારોમાં તસકરી કરી રહ્યાની બુમ ઉઠવા પામી છે.
નવા માર્કેટ યાર્ડની પાછળ આવેલ શિવમ રેસીડેન્સીમાં તસકરોએ પાંચ મકાનમાં તસકરી તરખાટ મચાવ્યો છે. બે મકાનમાં તસકરોને દલ્લો હાથ લાગ્યો હતો. બાકીના ત્રણ મકાનમાં કોઇ વસ્તુ હાથ નહીં લાગતા સામાન વેરવીખેર કરી તસકરો નાશી છુટયા હતાં. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રા વિગત મુજબ ગતરાત્રીનાં શિવમ રેસીડેન્સીમાં આવેલ બ્લોક નં.૧૪૦, ૧૪૫, ૨૪૦, ૨૪૫ ઉ૫રાંત અન્ય એક બ્લોકમાં તસકરો ત્રાટકયા હતાં. જેમાં દર્શનગિરિના મકાનમાંથી અંદાજે રૂા.૧૨,૦૦૦ રોકડા અને સોનાના દાગીનાની ચોરી થઇ છે. મોહીતભાઇના મકાનમાંથી પણ રોકડ તથા સોનાનાં દાગીનાની ચોરી થઇ છે. જયારે અન્ય મકાનમાં તસકરોના ફોગટનો ફેરો સાબિત થયો હોય કઇં નહીં મળતા સામાન વેરવિખેર કરી તસકરો નાસી છુટયા હતાં. જોકે ચોરીની ઘટના અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ નથી. આ રેસીડેન્સીમાં અગાઉ એકજ રાતમાં પંદર મકાનોમાં ચોરીની ઘટના બની હતી.
હજુ મહીના પહેલા અડીને આવેલી શ્રીજી સોસાયટીમાં પણ પાંચ મકાનમાં ચોરી થઇ હતી. આ વિસ્તારમાં અવારનવાર તસકરો ત્રાટકી મકાનોને નિશાન બનાવતા હોય લત્તાવાસીઓએ સઘન રાત્રી પેટ્રોલિંગની માગ કરી પોલીસ તંત્રની ઢીલી નીતિ સામે રોષ વ્યકત કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોહનનગર આવાસમાં દારૂના જથ્થા સાથે બે પકડાયા
May 22, 2025 12:38 PMજામનગરના માજી રાજવી જામસાહેબના વચેટ બહેન રાજકુમારી મુકુંદ કુમારીનું યુ.કે.માં દુઃખદ નિધન
May 22, 2025 12:22 PMજામનગરના સ્વામી પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે આજ થી ૪૦ દિવસીય ચાલીસા મહોત્સવ નો પ્રારંભ
May 22, 2025 12:16 PMજન્મદિન નિમિતે રકતદાન કરતા પૂર્વ મંત્રી હકુભા જાડેજા
May 22, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech