નાની વયે હ્યદયરોગના પ્રાણઘાતક હુમલાના વધી રહેલા બનાવો: ખેડુતના મૃત્યુથી પરિવારમાં શોક
કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા યુવાનને હાર્ટનો હુમલો આવતા સારવારમાં લઇ જવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
છેલ્લા ઘણા સમયથી નાની વયે હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. જેમાં વધુ એક ખેડુત ભોગ બન્યા છે. તાજેતરમાં જ જામનગર અને દ્વારકા જિલ્લામાં હદયરોગનાં ઘાતક હુમલાના કારણે મૃત્યુને ભેટયાના ચારથી પાંચ જુદા જુદા બનાવ જાહેર થયા હતા.
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતા મનીષભાઇ શીવાભાઇ મારકણા ઉ.વ.48 નામના ખેડુત ગત તા.27ના ગામમાં આવેલી તેમની વાડીએ હતા ત્યારે અચાનક તેઓને હાર્ટનો હુમલો આવ્યો હતો અને તાબડતોબ સારવારમાં લઇ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે મોવડી બાયપાસ 80 ફૂટ રીંગરોડ ખાતે રહેતા ભવ્યભાઇ મારકણાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી તેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. ખેડુતના મૃત્યુના બનાવથી વાડી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ કુણા પડ્યા, ભારત સહિત 3 દેશ સાથે વાટાઘાટ માટે તૈયાર
April 05, 2025 10:36 AMટેરિફ વોરથી યુએસ શેરબજારમાં મોટા બિઝનેસમેન ટકી રહેશે, નબળા ડૂબી જશેઃ ટ્રમ્પ
April 05, 2025 10:36 AMપાપુઆ ન્યુ ગિનીમાં 7.1નો ભૂકંપ, સુનામીની ચેતવણી
April 05, 2025 10:13 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech