સુભાષપરા, હિંગળાજ ચોકમાં પોલીસ પ્રગટી : રીક્ષા, બે બાઇક, ૫૮ બોટલ કબ્જે : દરેડમાં દારુની બાટલી સાથે એકની અટક
જામનગરના દિ.પ્લોટ ૫૮માં બે શખ્સને બાઇકમાં ઇંગ્લીશ દારુની ૧૦ બોટલ લઇને નીકળતા કુલ એક લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા જેમાં એકનું નામ ખુલ્યુ હતું, જયારે શહેરના હિંગળાજ ચોક વિસ્તારમાં રીક્ષામાંથી ઇંગ્લીશ દારુની ૪૮ બોટલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી જેમાં પણ એકનું નામ ખુલ્યુ હતું, ઉપરાંત દરેડ ગૌશાળા સર્કલ પાસે એક શખ્સ દારુની એક બાટલી સાથે ઝપટમાં આવ્યો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા જણાવેલ હોય જેથી એસપી પ્રેમસુખ ડેલુ તથા એલસીબી પીઅઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના હરદીપભાઇ બારડ, રુષિરાજસિંહ વાળાને મળેલ ખાનગી હકીકત આધારે કિશન મયુર કનખરા (ઉ.વ.૨૮) રહે. કિશાન ચોક, માલદે ભુવન, ગરબી ચોક, જામનગર તથા અર્જુનસિંહ બળવંતસિંહ રાઠોડ (ઉ.વ.૩૬) રહે. દિ.પ્લોટ ૪૫, માલુભાનો ચોક, સુભાષપરા શેરી નં. ૧ વાળો બ્લેક કલરની એકટીવા નં. જીજે૧૦ડીકયુ-૨૭૩૬ તથા હીરો સ્પ્લેન્ડર પ્લસ નં. જીજે૧૦એસ-૬૩૪૪ સાથે જામનગરવાળાના કબ્જામાંથી ૧૦ બોટલ ઇંગ્લીશ દારુ, કિ. ૪૦૦૦ તથા બે મોબાઇલ કિ. ૧૦.૦૦૦ તથા બે મોટરસાયકલ ૯૦ હજાર મળી કુલ ૧.૦૪ લાખના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી, દારુ સપ્લાયર ભાવેશ દામા રહે દિ.પ્લોટ ૫૮ જામનગર વાળાને ફરાર જાહેર કરી પ્રોહીબીશન મુજબ ગુનો દાખલ કર્યો હતો.
સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા, પીએસઆઇ એમ.એન. રાઠોડની સુચનાથી સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે વિજયભાઇ તથા રવિભાઇને મળેલી બાતમીના આધારે દરોડો પાડી શહેરના ઓધવરામ નગરમાં રહેતા સતિષ લક્ષ્મીદાસ ગજરાને ઓટો રીક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૯૩૪૫માં વિદેશી દારુની ૪૮ બોટલો લઇને હિંગળાજ ચોક પાસેથી નીકળતા સીટી-એ પોલીસે પકડી લીધો હતો, દારુ, રીક્ષા મળી કુલ ૧.૭૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તપાસ દરમ્યાન જામનગરના રમેશ ઉર્ફે રમલો મારુતી મંગલદાસ હરવરાનું નામ ખુલ્યુ હતું.
અન્ય દરોડામાં જામનગરના તિરુપતી સોસાયટી શિવ ટાઉનશીપ ખાતે રહેતા સોહીલ દિનેશ સંજોડને વ્હીસ્કીની ૧ બોટલ સાથે દરેડ જીઆઇડીસી ફેસ-૩, ગૌશાળા સર્કલ નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો.
***
ભાતેલનો યુવાન વિદેશી દારુ સાથે ઝપટમાં
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા જયવંતસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના ૩૫ વર્ષના શખ્સને પોલીસે રૂપિયા ૨,૮૦૦ ની કિંમતની સાત બોટલ વિદેશી દારૂ તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા ૭,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયામાં નવાપરા વિસ્તારમાં આવેલી ચૂનાની ભઠ્ઠી પાસે રહેતા હેમત ગોપાલ પરમાર નામના ૩૭ વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. એક લાખની કિંમતની મોટરકારને ચલાવતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેનના સુમીમાં રશિયાનો વિનાશક હુમલો, બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી, 21 લોકોના મોત
April 13, 2025 03:52 PMબંગાળ હિંસા વચ્ચે ટીએમસી સાંસદ યુસુફ પઠાણે એવી પોસ્ટ કરી કે હવે થઈ રહ્યાં છે ટ્રોલ
April 13, 2025 02:25 PMવેરાવળમાં હનુમાન જયંતિ નિમિતે નીકળેલી શોભાયાત્રા પોલીસે અટકાવી
April 13, 2025 01:53 PMરાજકોટના છાપરા ગામે ઇંગ્લિશ દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ
April 13, 2025 01:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech