સાધના કોલોનીમાં ૩૬ ફલેટો તંત્ર દ્વારા તોડી પડાયા
જામનગરના સાધના કોલોનીમાં જર્જરિત બિલ્ડીંગોના ૧૪૫૨ બિલ્ડીંગોના ફલેટ ધારકોને નોટીસ અપાઈ છે. ત્યારે ત્રણ દિવસ પહેલા જ એક બિલ્ડીંગ ધરાશાયી થતાં તંત્ર હરકતમાં આવ્યું છે અને ગઈકાલે ૨ બિલ્ડીંગોનું ડીમોલેશન કરાયા બાદ આજે વધુ ૩ બિલ્ડીંગોના ૩૯ ફલેટોના ડીમોલીશન કરાયા છે.
શહેરના રજીતસગાર રોડ ઉપર આવેલી ન્યુ સાધના કોલોનીમાં ગત વર્ષે એક બિલ્ડીંગનો અડધો હિસ્સો ધરાશાથી થતા પિયા વ્યક્તિના મોત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું તંત્રએ સર્વે કરીને ૧૪૫૨ ફલેટ ધારકોને નોટીસો આપી હતી. જે બાદ ગત રવિવારે ફરી એક બિલ્ડીંગની અડધો હિસ્સો ધરાશાથી થતાં એક પ્રૌઢનું મૃત્યુ નિપજયું હતું.
જે બાદ તંત્રએ અતિ જર્જરિત બિલ્ડીંગોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે અને મંગળવારે ૨ બિલ્ડીંગો તોડી પડાયા બાદ ફરી આજે સવારે ન્યુ સાધના કોલોનીમાં એલ-૯૪, ૬૫ અને ૬૬ નામની બિલ્ડીંગના કુલ ૩૯ ફલેટોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ ફલેટ ધારકોને મંગળવારે જ સલામત સ્થળે ખસી જવા સુચના આપી દેવાયા બાદ આજે એસ્ટેટ અધિકારી નિતિન દિક્ષિત સહિતના અધિકારીઓએ પોલીસના ચુંસ્ત બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી હતી.
જ્યારે આગામી દિવસોમાં પણ અતિ જર્જરિત બિલ્ડીંગો તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. તેમ તંત્રના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.