શ્રી હરમંદિર સાહેબ દ્વારા સદ્ગુરૂ ગોવિંદ સિંધજી મહારાજ સાહેબના ૩૫૯ પાવન પ્રકાશપર્વ મહોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોનો પ્રમુખ લીલારામ પોપરાણી તેમજ આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી સાહિત અનેક અગ્રણીઓએ લાભ લીધો હતો.
આજે ધાર્મિક ચેતનાના પુંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા અને સર્વવંશદાની એવા શીખ ધર્મના દસમાં ગુરુ ગોવિંદસિંહજીનો જન્મદિવસ છે. આ અવસર નિમિત્તે શ્રી હરમંદિર સાહેબ દ્વારા શબ્દ કીર્તન, ભોગ અને લંગર પ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા. સર્વધર્મ પ્રેમી જનતા એ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
આ અવસરે શબ્દ કીર્તન માણવા સિંધી સમાજના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ લીલારામ પોપરાણી, આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી, જનક મુલચંદાણી, ફતેહચંદ મુલચંદાણી, રાજા હિન્દુજા, અજીત લાલવાણી, રતનલાલ તેમજ સિંધી સમાજના તમામ આગેવાનોએ ગ્રંથસાહેબનું પૂજન અર્ચન કર્યું હતું. આ ઉપરાંત કીર્તનનો પણ લભ લીધો હતો.
ભાવનગરવાળા પ્રખ્યાત કિર્તનકાર વિકીભાઈએ શબ્દ કીર્તન દ્વારા ભાવિક શ્રોતાઓને ધાર્મિક રંગે રંગ્યા હતા. કીર્તન બાદ વિકિભાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લંગર પ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું. જેનો પણ ભાવિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.
ગુરુ ગોવિંદસિંહના જન્મદિને સૌએ તેમણે કહેલા વચનો "વચન કરકે પાલના", " કોઈની નિંદા, જાડી અતૈ ઈરખા નૈ કરના", "કમ કરન વિચ દરીદાર નહીં કરના" ને તથા તમના શૌર્યનુ સ્મરણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech