રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 33 પીએસઆઇને પીઆઇ તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા બિન હથિયારધારી ફોજદારોને પીઆઇ તરીકેના પ્રમોશનના હંગામી હુકમ કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 10 પીએસઆઇનો સમાવેશ થાય છે.
રાજ્ય પોલીસવાડા વિકાસ સહાય દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પીએસઆઇને હંગામી ધોરણે પીઆઇ તરીકે બઢતીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં 33 પીએસઆઇને આ બઢતીનો લાભ મળ્યો છે. જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 10 પીએસઆઇનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોને કોને બઢતી મળી તેના નામની યાદી
ડીજીપી દ્વારા કરાયેલા હુકમમાં સૌરાષ્ટ્ર-કચ્છના જે પીએસઆઇને બઢતીનો લાભ મળ્યો છે તેમાં મોરબીમાં ફરજ બજાવતા ડી.વી. કાનાણી, પોરબંદરના એમ.એલ. આહીર, મોરબીના પી.આર. સોનારા, પોરબંદરના કે.એન.ઠાકરિયા, બોટાદના એન.જી. પરમાર ગાંધીધામના પી.સી.મોલિયા, મોરબીના એન.એમ.ગઢવી, ભુજના કે.એ. જાડેજા અને ભુજના જે.કે. બારીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટમાં એસપી કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.એ. ખાચરને પણ પીઆઇ તરીકેની બઢતીનો લાભ મળ્યો છે.
અન્ય જગ્યાએ કોને કોને બઢતી મળી
આ સિવાય જે પીએસઆઇને પીઆઈ તરીકેની બઢતીનો લાભ મળ્યો છે તેમાં બનાસકાંઠાના સી.એફ.ઠાકોર, આણંદના એમ.ડી.પુવાર, સુરતના કે.એચ.રોએલા, બનાસકાંઠાના એલ.જી. દેસાઈ, અરવલ્લીના બી.કે.વાઘેલા, જી-ટુ શાખાના કે.એન. ડોડીયા, પાટણના એચ.ડી.મકવાણા, સુરતના એ.એમ. પરમાર, મહીસાગરના જી.એસ. મહિડા, અમદાવાદ ગ્રામ્યના ડી.એ.ધાંધલીયા, ભરૂચના ડી.એ. ઝાલા, ખેડાના એસ.બી.દેસાઈ, એ.બી. મહેરીયા, નવસારીના એચ.આર. બારોટ, વડોદરાના સી.જી.તોમર, અમદાવાદના પી.એમ.દેસાઈ, એચ.એમ. આહીર, એટીએસના કે.બી. સોલંકી, ગાંધીનગરના ડી.ડી. ચૌહાણ, સુરત ગ્રામ્યના એલ.જી. રાઠોડ, આઇબીમાંથી એન.એ.શુક્લા, વડોદરા ગ્રામ્યમાંથી એ.એ. ભરવાડ અને સાબરકાંઠામાંથી ડી.સી. પરમારનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech