વિધાનસભાની વાવ બેઠકમાં કાલે મતદાન ૩૨૧ પોલિંગ સ્ટેશન: ૩,૧૦,૬૮૧ મતદારો

  • November 12, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવ વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતદાન યોજાશે ગઈકાલે સાંજે ૫:૦૦ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જતા હવે ઉમેદવારો ડોરકુડોર પ્રચાર કરી મતદારોને છેલ્લી ઘડી સુધી રિઝવવાનો પ્રયાસ કરશે આવતીકાલે મતદાન પૂર્વે આજની રાત કતલની રાત ગણવામાં આવી રહી છે કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા મતદાનને લઈને તમામ કાર્યવાહી સંપન્ન કરી દેવાય છેવાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. જે માટે ૩૨૧ જેટલા પોલિંગ સ્ટેશનો છે. આવતીકાલે ૧૩મી નવેમ્બર ૨૦૨૪ના રોજ ૩,૧૦,૬૮૧ જેટલા મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને દસ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
આવતીકાલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે હવે તેના માટેનો પ્રચાર અંતિમ ચરણમાં છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. વાવ વિધાનસભા બેઠક પરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે કારણ કે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જગં ખેલાઈ રહ્યો છે. આવતીકાલે મતદાન હોવાથી ગઈકાલે સોમવારે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે.
લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી છે. યારથી આ બેઠક પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે કાલે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રિપાંખીયો જગં આ આ બેઠક પર જામવાનો છે. આ બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને, ભાજપે સ્વપજી ઠાકોર અને ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં છે.ટુકમા આ વિધાનસભાની બેઠક જીતવા માટે ભાજપ–કોંગ્રેસ બન્ને મરણીયા પ્રયાસ કરી રહયુ છે.તા.૨૩મીએ મતગણતરી વખતે જ મતદારો કોના પર રિઝશે તેનો ખ્યાલ આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application