દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જાય છે. આ વર્ષે પણ ગુજરાતનાં ૩૦૦થી વધુ પ્રવાસીઓ બદ્રીના હાઈવે પર ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીનાં ૨૦ જેટલા શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા દરમ્યાન ભૂસ્ખલન સર્જાતા ફસાયા હતા.
ભૂસ્ખલન સર્જાયું હોવાની જાણ થતા સ્થાનિક તંત્ર દ્વારા ભારે જહેમત બાદ હાઈવે સાફ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. ભૂસ્ખલનનાં ૩૬ કલાક બાદ વાહન વ્યવહાર શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાંકડા રોડ પર ખાઈ અને ભૂસ્ખલનનાં જોખમ વચ્ચે શ્રદ્ધાળુંઓ ચારધામની યાત્રાએ આગળ વધ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મહાકાય પથ્થરો તોડી રસ્તો ખુલ્લો કરાયો હતો.
ઉત્તરાખંડમાં કુમાઉના તેરાઈ ક્ષેત્રમાં સોમવારે ભારે વરસાદને કારણે સ્થિતિ નિયંત્રણ બહાર જતી જોવા મળી હતી. ઉધમ સિંહ નગર જિલ્લાના ખાતિમા અને સિતારગંજના ઘણા વિસ્તારો પૂરમાં ડૂબી ગયા છે. ખાટીમામાં પૂરગ્રસ્ત લોકોને બચાવવા જતાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા હતા. શક્તિ ફાર્મમાં એક યુવક નદીમાં અને બંબાસામાં એક યુવતી નાળામાં તણાઈ ગઈ હતી. દેહરાદૂનમાં બિંદલ નદીમાં ૧૭ વર્ષની બાળકી ફસાઈ ગઈ. ત્રણેય લાપતાની શોધખોળ ચાલુ છે.
પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સાંજ સુધી વ્યસ્ત રહી હતી. ખાટીમામાં સાંજ સુધીમાં લગભગ ૫૦૦ લોકોને બચાવી લેવાયા હતા. ખટીમાનો જસરી-પાટપુરા પુલ પૂરના પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. શારદા કેનાલને નુકસાન તાં નગરામાં પાણી ભરાયા હતા. રાજીવ ગાંધી નવોદય વિદ્યાલય ખાટીમામાં પાણી ભરાઈ જતાં બાળકો અટવાયા હતા. અરવિંદનગરના પરિવારોને બોટ દ્વારા સલામત સ્ળે ખસેડવામાં આવ્યા હતા. નાનકમત્તાના બિચુઆમાં દેવા નદીના પૂરમાં ૬૫ પરિવાર ફસાયા છે.
કાઠગોદામ સહિત અનેક જગ્યાએ રેલ્વે લાઈનો પર પાણી ભરાઈ જવાને કારણે કુમાઉમાં રેલ વ્યવહાર પણ પ્રભાવિત યો હતો. અને બીજા દિવસે બદ્રીના અને હેમકુંડજોશીમઠ અને બદ્રીના વચ્ચેનો અવરોધિત હાઇવે સોમવારે સવારે ૬.૩૦ વાગ્યે વિષ્ણુપ્રયાગ ખાતે ખોલવામાં આવ્યો હતો, પરંતુ હનુમાન ચટ્ટી પાસે ઘુડસિલ ખાતે બંધ કરવામાં આવ્યો હતો. ચંપાવત જિલ્લાના ટનકપુર-બનબાસામાં પાણી ભરાવાને કારણે ૫૦થી વધુ પશુઓના મોત થયા છે. ચલી પાસે નેશનલ હાઈવેને અડીને આવેલા બેલખેતમાં કવારલા નદી પર ૧૯૯૪માં બનેલો સ્વિંગ બ્રિજ નદીના જોરદાર પ્રવાહને કારણે પડી ગયો હતો. ચંપાવતમાં ૨૪ કલાકમાં ૫૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech