શહેરના ટાગોર રોડ પર એલઆઇસી સોસાયટીમાં નિર્માણધિન મકાનમાંથી . ૮૦,૦૦૦ ની કિંમતના વાયરની ચોરી થયા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીસીટીવી ફટેજ ચકાસતા શંકાસ્પદ મહિલાઓ નજરે પડી હતી.દરમિયાન પોલીસે આ ચોરી પ્રકરણમાં શાક્રી મેદાનથી ત્રણ મહિલાઓને ઝડપી લઇ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે તેની પાસેથી . ૭,૮૦૦ ની કિંમતનો ૨૬ કિલો બળેલા કોપર વાયર કબજે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ટાગોર રોડ પર જનતા સોસાયટી એલ.આઇ.સી ઓફિસની સામે રહેતા ધર્મેશભાઈ મોહનભાઈ ડોબરીયા (ઉ.વ ૪૬) નામના વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે તથા તેમના કાકાનો પુત્ર પિયુષ ડોબરીયા બંને કોઠારીયા બાયપાસ રીંગરોડ પર જયતં ફડ પ્રોડકશન નું મેન્યુફેકચરિંગ કરી વેપાર કરે છે.
ગત તારીખ ૯૧૧૨૦૨૪ ના પિયુષ નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, માં નવું મકાન એલઆઇસીની સોસાયટી શેરી નંબર ૨ બ્લોક નંબર ૩૨ ટાંગર રોડ રાજકોટ ખાતે બને છે ત્યાં વાયરીંગનું કામ કરતા માણસનો મને ફોન આવ્યો હતો કે, આપણે દિવાળી પહેલા મકાનના વાયરીંગ માટે જે વાયરના બંડલ લીધા હતા અને જે બંડલો વધ્યા હતા તે બાથમમાં રાખ્યા હતા તે જોવા મળતા નથી. બાદમાં માલુમ પડયું હતું કે, અલગ–અલગ વાયરના વધેલા વાયરના બંડલો જે બોકસમાં રાખ્યા હતા જેની કિંમત આશરે પિયા ૮૦ હજાર થતી હોય તે કોઇ ચોરી ગયા હતા.
બનાવને લઇ એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ જે.આર.દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા તથા ટીમે તપાસ શ કરી હતી.પોલીસે સીસીટીવી ફટેજ ચકાસતા ત્રણ શંકાસ્પદ મહિલાઓ નજરે પડી હતી.દરમિયાન હેડ કોન્સ. ધારાભાઇ ગઢવી અને કોન્સ. ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં શાક્રી મેદાન પાસેથ ત્રણ મહિલાઓને ઝડપી લીધી હતી.જેમના નામ લમી વિજયભાઇ સોલંકી(ઉ.વ ૨૫ રામનાથપરા શેરી નં.૧), સોનલ રાયધનભાઇ બાવાજી(ઉ.વ ૨૮ રહે. કુબલીયાપરા શેરી નં.૫) અને પુજા રાજુભાઇ ટોપલીયા(ઉ.વ ૨૮ રહે. કુબલીયાપરા શેરી નં.૫) હોવાનું માલુમ પડયું હતું.
પોલીસે આ મહિલાઓની સઘન પુછતાછ કરતા તેમણે વાયરની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.વયારની ચોરી કરી આ વાયર બાળી નાખ્યો હતો.પોલીસે આ આરોપીઓ પાસેથી . ૭,૮૦૦ ની કિંમતનો ૨૬ કિલો બળેલા કોપર વાયર કબજે કર્યેા હતો. ઝડપાયેલી મહિલાઓ પૈકી લમી અગાઉ બી ડિવિઝનમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે.જયારે સોનલ સામે પણ બી ડિવિઝનમાં ચોરીનો ગુનો નોંધાઇ ચૂકયો છે. આ મહિલાઓ અન્ય કોઇ ચોરીમાં સામેલ છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech