રણજીતનગર વિસ્તારના બ્રાહ્મણ વૃઘ્ધે ચામડીની બિમારીથી કંટાળી લાખોમાં ઝંપલાવ્યું : દરેડમાં પરપ્રાંતીય યુવાનનો અગમ્ય કારણે ગળાફાંસો : જોડીયામાં માતાએ ઠપકો આપતા તણીએ જીવનલીલા સંકલી
જામનગરમાં લાખોટા તળાવમાંથી શનિવારે સવારે એક માનવ મૃતદેહ સાંપડ્યો હતો, જે મૃતદેહની પોલીસ દ્વારા ઓળખ કરી લેવામાં આવી છે, અને રણજીત નગર વિસ્તારમાં રહેતા બુઝુર્ગ નો મૃતદેહ હોવાનું અને બીમારીથી કંટાળી જઇ અપઘાતનુ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. દરમ્યાનમાં શહેર-જીલ્લામાં આ ઘટના સહિત આત્મહત્યા કરી લેવાના 3 બનાવ નોંધાયા છે, દરેડમાં પરપ્રાંતીય યુવાને અને જોડીયાના બાલંભામાં તણીએ આત્મહત્યા કરી છે.
જામનગરના લાખોટા તળાવમાં આરટીઓ કચેરીના પાછળના ભાગમાંથી શનિવારે સવારે એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડ ની ટુકડીએ મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો. જેથી સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા અજ્ઞાત મૃતદેહ નો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
દરમિયાન મૃતકનું નામ જગદીશભાઈ રમણીક ઠાકર ઓદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અને (ઉંમર વર્ષ 63) તેમજ રણજીત નગર હુડકોમાં રહેતા હોવાનું જાહેર થયું હતું. મૃતકના નાના ભાઈ કૌશિકભાઈ રમણીકલાલ ઠાકરે મૃતદેહને ઓળખી બતાવ્યો હતો.
તેઓના જણાવ્યા અનુસાર મૃતક જગદીશભાઈ કે જેઓ છેલ્લા દસેક વર્ષથી પેટ અને ચામડીની બીમારીથી પીડાતા હતા. જેનાથી તંગ આવી જઇ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું. જે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવે છે.
દરેડમાં પરપ્રાંતિય-શ્રમિકનો આપઘાત
જામનગર નજીક દરેડમાં રહેતા મૂળ બિહારના વતની પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગતે એવી છે કે મૂળ બિહાર રાજ્યના બેગમપુર નો વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહીને મજૂરી કામ કરતો અનંતકુમાર આનંદ મહંતો (ઉંમર વર્ષ 45) કે જે ગઈકાલે પોતાના રહેણાંક મકાનમાં લોખંડની આડશમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે દરેક વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા શિવપ્રસાદ વલીસિંહ કુશવાહા એ પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને શ્રમિક યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જોડિયાના બાલંભામાં તણીની આત્મહત્યા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંબા ગામમાં રહેતી 17 વર્ષ ની તરૂણી એ આજે વહેલી સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માતા એ ઠપકો આપતાં આ પગલું ભયર્િ નું પોલીસમાં જાહેર થયું છે.
જોડીયા તલુકાના બાલંભા ગામમા રહેતી મુસ્લિમ વાઘેર તરૂણીએ આજે વહેલી પરોઢિયે પોતાનાં ઘરનાં ફળિયા મા પતરા નાં લોખંડ નાં એંગલ માં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ આત્મ હત્યા કરી લીધી હતી.
ગઇકાલે માતા એ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો .જેનું માઠુ લાગી જતાં પોતા ની જીવાદોરી ટુંકાવી લીધી હતી . આ બનાવ અંગે જોડિયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech