શ્રીજી સોસાયટીમાં દરોડો : રોકડ અને મોબાઇલ કબ્જે
જામનગરના શ્રીજી સોસાયટી પટેલ સમાજ પાસે જાહેરમાં એપ્લીકેશન મારફત ક્રિકેટનો સટ્ટો રમતા ૩ શખ્સોને ૧૬ હજારના મુદામાલ સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા અને તપાસ આગળ ધપાવી હતી.
જામનગરના મહાપ્રભુજીની બેઠક પાછળ શ્રીજી સોસાયટી શેરી નં. ૧માં રહેતા વેપારી મુકેશ બાબુલાલ નકુમ, મહારાજા સોસાયટીના શબીર ઇસાક સમા અને બેઠક પાછળ આવેલ વાડી ખાતે રહેતા વેપારી દયાળજી કાનજી કછટીયા આ ત્રણેય શખ્સો ગઇકાલે શ્રીજી સોસાયટીમાં શ્રીલંકા અને ઝીમ્બાબ્વે વચ્ચે રમાતા ૨૦-૨૦ મેચનું પ્રસારણ નિહાળી મોબાઇલ એપ્લીકેશનથી સોદાઓ પાડી જુગાર રમતા હતા.
આથી સીટી-એ પીઆઇ ચાવડાની સુચનાથી સ્ટાફ દ્વારા દરોડો પાડીને ઉપરોકત ત્રણેય શખ્સોને ક્રિકેટનો સટ્ટો રમતા રોકડા ૧૧૪૬૦ તથા એક મોબાઇલ મળી કુલ ૧૬૪૬૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા. ત્રણેયની સામે જુગારધારા મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
***
સોનવડીયા ગામમાં છ પત્તાપ્રેમી પાંજરે પુરાયા: સોસાયટી વિસ્તારમાં પોલીસ પ્રગટી : સાડા છ હજારની મત્તા જપ્ત
જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામે સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા છ શખ્સોને રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા.
સોનવડીયા ગામની સોસાયટી વિસ્તારમાં કેટલા શખ્સો જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમે છે એવી બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા હોથીજી ખડબા ગામના ચંદુ ખાખા કંટારીયા, સોનવડીયા ગામના રવજી ખેતા સીંગરખીયા, ચંદુ દેવા સાગઠીયા, રમેશ મેપા બગડા, સીદસરના પુંજા મેપા બગડા અને સોનવડીયા ગામના બાબુ હમીર રાઠોડ નામના શખ્સોને રોકડા ૬૭૯૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech