આશરે ૪ વર્ષ પહેલા વિદ્યુત સહાયકની પરીક્ષામાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ થયા બાદ આ અંગે તપાસ બાદ ગઇકાલે રાજય સરકારે કુલ ૨૯ કર્મચારીઓને તાબડતોબ ટર્મીનેટ કર્યા છે જેમાં હાલારના ૩ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ લાલપુરના રૂપલ નારણભાઇ મારૂ, વેરાડના સવદાસ હરદાસ કેશવાલા અને જામજોધપુરના પ્રકાશ ધરણાંત નંદાણીયાને તાત્કાલીક અસરથી ટર્મીનેટ કરવાનો હુકમ આપી દેવામાં આવ્યો છે અને હવે આ તમામ સામે ચાર્જશીટ મુકવામાં આવશે અને ત્યારબાદ પગલા લેવામાં આવશે. ૨૦૨૧માં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં વિદ્યુત સહાયકોની પરીક્ષા લેવામાં આવ્યા છે, સકસેસ ઇન્ફોટેક નામની કંપની દ્વારા લેવાયેલી પરીક્ષામાં ૪૦૦થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.
તેમાં ગેરરિતી જણાતા સુરત ક્રાઇમ બ્રાંચમાં પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી, જેની તપાસ રાજકોટ સુધી લંબાઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં ૧૦ થી ૧૫ લાખનો વહીવટ થયો હોવાની પણ ચર્ચા થઇ રહી છે ત્યારે રાજય સરકારે કુલ ૨૯ જુનિયર આસી. સામે કડક પગલા લઇને દાખલો બેસાડયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application