કોડીનાર તાલુકાના મૂળ દ્રારકા બંદરના સ્મશાન પાસે આવેલી દરિયાની ખાડી પાસેથી કોડીનાર પોલીસે ૧૩.૭૩ લાખના દાના જથ્થા સાથે કોડીનારના ત્રણ શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોડીનારના મૂળ દ્રારકા દરિયા કાંઠે એક બોટમાંથી વિદેશી દાની હેરાફેરી થતી હોવાની માહિતી સ્થાનિક રહેવાસીની નજરમાં આવી હતી જેથી મૂળ દ્રારકાના કેટલાક યુવાનો રાત્રિના સમયે સ્થળ ઉપર જઈ ચડા હતા. યાં નજરે જોનારના કથન મુજબ ખાડીમાં લાંગરેલી બોટમાંથી બે બોલેરો ભરીને વિદેશી દા રવાના થઈ ગયો હતો અને આ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ સ્થળ ઉપર ન આવતા બોટમાંથી ત્રીજી બોલેરો ભરી ત્રણ જેટલા શખસો ગાડી લઈને જવાની તૈયારીમાં હતા, ત્યારે મૂળદ્રારકા બંદરના કેટલા યુવાનોએ તેમને પડકાર્યા હતા અને આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો બાદમાં નછૂટકે કોડીનાર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જીજે૧૬–એયુ–૨૬૯૮ નંબરની વિદેશી દા ભરેલી બોલેરો સાથે કોડીનારના ત્રણ યુવાનોને ઝડપી લીધા હતા બોલેરોમાંથી પોલીસે રૂા.૮,૫૩,૩૬૧નો વિદેશી દા પાંચ લાખની બોલેરો તથા ૨૦,૦૦૦ના મોબાઈલના મુદ્દામાલ સાથે કોડીનારના દીપક ગોવિંદ મેર ઉર્ફે જલો, જુબેર હાજી પાણાવઢુ તથા નાથા લખમણ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
અત્રે ઉલ્લ ેખનીય છે કે કોડીનાર તાલુકાના ફરતે વિશાળ દરિયાકાંઠો આવેલો છે અનેક જગ્યાએ લેન્ડિંગ થઈ શકે તેવા પોઇન્ટ પણ આવેલા છે કોડીનારને અડીને આવેલા કેન્દ્રશાસિત દીવ પ્રદેશમાંથી દરરોજનો લાખો પિયાનો દા દરિયાઈ માર્ગે તેમજ જમીન માર્ગે કોડીનાર તથા આસપાસના વિસ્તારમાં ઠાલવવામાં આવી રહ્યો છે કેન્દ્રશાસિત દીવમાં એક બોટલ દા લેવી હોય તો ત્યાંના બાર માલીકો દ્રારા ઢાંકણું ખોલીને દા આપવાની પ્રથા છે પરંતુ આટલો ઢગલાના મોઢે દા દીવ વિસ્તારમાંથી કયા બાર માલીક દ્રારા અન્ય સ્થળે મોકલવામાં આવી રહ્યો છે તે દાના બોટલ ઉપરના બેચ નંબર ઉપરથી પોલીસ ઐંડી તપાસ કરે તો દીવના સપ્લાયરની પણ ભાળ મળી શકે તેમ છે અને તેની સામે પણ પગલા લઈ શકાય તેમ છે પરંતુ પોલીસ ની મિલીભગતથી જ આટલો મોટો કારોબાર ચાલતો હોવાની શકયતા નકારી શકાતી નથી
કોડીનાર પંથકમાં દેશી દારૂના ખુલ્લેઆમ ભઠ્ઠા બધં કરાવવા કલેકટરે ખાત્રી આપી હતી
કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દેશી દાના મોટા મોટા ભઠ્ઠા તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે તાજેતરમાં જ કોડીનાર અંબુજા સિમેન્ટ ખાતે જિલ્લ ા કલેકટરની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સોરઠ મહિલા વિકાસ મંડળીના પ્રમુખ દ્રારા તેમના પ્રવચનમાં રડતા રડતા કોડીનાર તાલુકામાં ચાલતા દાના હાટડાઓ વિશે તંત્રનું ધ્યાન દોરીને પોતાની મંડળી મહિલાઓને વિધવા થતી બચાવવા માટે અપીલ કરી હતી અને તાત્કાલિક કલેકટર દ્રારા આ બાબતે યોગ્ય પગલાં લેવા ખાત્રી પણ આપી હતી પરંતુ આ બધી જ વાતો હવામાં રહી છે અને બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે કોડીનાર તાલુકાને ભરડો લઈ રહેલા દાના દૂષણને નાથવા તત્રં દ્રારા અસરકારક પગલાં લેવાય તે ઇચ્છનીય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech