જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલી આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ ભારત સરકારે ભારત દેશમાં ઘુસણખોરી કરતા અન્ય દેશના લોકોને શોધી પોતાના દેશમાં પરત મોકલવા અને પોતાના દેશમાં પરત નહીં જનાર ઘુસણખોરી કરતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ૧૩ બાંગ્લાદેશીને ઝડપી લીધા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે પણ ત્રણ બાંગ્લાદેશીને ઝડપી લીધા છે. જેમાં જેતપુરમાં એક મહિલા અને ઉપલેટામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી માતા-પુત્રને ઝડપી લીધા હતાં. હવે તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
52 જેટલા શંકાસ્પદ લોકોને સર્ચ કરવામાં આવ્યું હતું
રાજકોટ રેન્જ આઇ.જી અશોક કુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા અપાયેલી સૂચનાને પગલે જેતપુર ડિવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસ મથકના પીઆઇ એ.ડી.પરમારની રાહબરીમાં ટીમે શહેરમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ દ્વારા 52 જેટલા શંકાસ્પદ લોકોને સર્ચ કરવામાં આવ્યું હતું. રાજકોટ ગ્રામ્ય એલસીબીના દિવ્યેશભાઇ સુવાએ જાણ કરી હતી કે, જેતપુરની ગુજરાતી વાડીમાં જીમખાના મેદાન પાછળ દિનેશભાઇ ખોડાભાઇ પઘડાર સાથે રૂકશાબેન નામની મહિલા કોઇપણ પ્રકારના વિઝા કે સરકારની મંજુરી વગર ગેરકાયદેસર રહે છે
બાંગ્લાદેશનું ચુંટણી પંચ મતદાર ઓળખકાર્ડ મળી આવ્યું
જેથી જેતપુર પોલીસે આ અંગે તપાસ કરી આ મહિલાની પુછપરછ કરતા તેનું નામ રૂકશાના સદરૂદિન મહમદ ગુલામમિયાની હોવાનું સામે આવ્યું હતું જેની પાસેથી કોઈ પણ આધાર પુરાવા મળી આવ્યા ન હતા અને તેની તપાસ કરતા તેના પરીવારના સભ્યનું બાંગ્લાદેશનું ચુંટણી પંચ મતદાર ઓળખકાર્ડ મળી આવ્યું છે. હાલ પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય ઉપલેટામાંથી પણ પોલીસે ગેરકાયદે કોઇ આધાર પુરવા વગર રહેતા બાંગ્લાદેશી માતા-પુત્રને ઝડપી લીધા હતાં.હાલ બંને અંગે રિપોર્ટ કરી તેને ડિપોર્ટ કરવા કાર્યવાહી કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં પોલીસે બે દિવસમાં 1250થી વધુ લોકોને સર્ચ કરી 9 મહિલા સહીત 13 બાંગ્લાદેશી લોકોને ઝડપી પાડી નજર કેદ રાખી સરકારમાં રિપોર્ટ કરી આગળ ડિપોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ સેન્ટ્રલ અને સ્ટેટ મળી ૧૩ એજન્સી દ્વારા તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMસુરત શિક્ષિકા-વિદ્યાર્થી કેસ મામલે નવો વળાંક, ફરવા ગયા હોવાનો દાવો
April 30, 2025 07:02 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech