રાજકોટના લોધિકાના પારડી ગામમાં 28 વર્ષના યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું છે. આ મૃતક યુવાને દોઢ મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા.
મૃતક જેતપુરમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો
પ્રાપ્ત વિગત મુજબ લોધિકાના પારડી ગામમાં જેતપુર રહેતા રવિ દિલીપભાઈ મકવાણા (ઉં.વ.28)ની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી. રવિ પોતાની પત્નીને પારડી ગામે સસરાના ઘરે મૂકવા આવ્યો હતો. રવિ મૂળ જામજોધપુર તાલુકાનો રહેવાસી હતો અને જેતપુર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
હત્યા પાછળનું કારણ અકબંધ
ઘટનાને લઈને શાપર-વેરાવળ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આનવી છે. પોલીસે રવિના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક PM માટે ખસેડ્યો છે.
હત્યા પાછળ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકના પરિવાર જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગેરકાયદે મંજૂરી વગરનો મેળો એસ્ટેટ શાખાએ બંધ કરાવ્યો
March 17, 2025 10:15 AMભારત બનાવવા જઈ રહ્યું છે 5મી પેઢીના સ્ટેલ્થ ફાઇટર જેટ
March 17, 2025 10:15 AM૯ મહિનાથી વધુ સમય અવકાશમાં છતાં સુનીતા વિલિયમ્સને મળશે માત્ર ૧ લાખનું એક્સ્ટ્રા ભથ્થું
March 17, 2025 10:12 AMઉપલેટામાં ભાજપના વાયરલ પત્ર પછી પોલીસ ટોર્ચરના નામે બળતામાં ઘી હોમાયું
March 17, 2025 10:12 AMસોશિયલ મીડિયા તોડી રહ્યું છે પરિવાર: છૂટાછેડાની અરજીઓમાં ૩ ગણો વધારો
March 17, 2025 10:10 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech